Maharashtra : ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ, કોંગ્રેસના 25 ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો

|

Mar 30, 2022 | 1:26 PM

કોંગ્રેસ ધારાસભ્યોનો આરોપ છે કે તેમની જ પાર્ટીના મંત્રીઓ તેમના પ્રશ્વોનો જવાબ આપતા નથી. એક પત્રમાં તેણે સોનિયા ગાંધીને આ મામલે દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

Maharashtra : ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ, કોંગ્રેસના 25 ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો
CM Uddhav Thackeray (File Photo)

Follow us on

Maharashtra :  તાજેતરમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ(Congress) , એનસીપી (NCP) અને શિવસેનાની (Shivsena) ગઠબંધન સરકાર ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરે આ સરકારના વડા છે. ત્યારે હવે મહારાષ્ટ્રના આ ત્રણેય રાજકીય પક્ષો વચ્ચે વિવાદના અહેવાલો સામે આની રહ્યા છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઓછામાં ઓછા 25 ધારાસભ્યોએ મહા વિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે કોંગ્રેસના મંત્રીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાનો સમય માગ્યો છે.

ધારાસભ્યોએ સોનિયા ગાંધીને આ મામલે દરમિયાનગીરી કરવા વિનંતી કરી

તેમનો આરોપ છે કે તેમની જ પાર્ટીના મંત્રીઓ તેમના પ્રશ્વોનો જવાબ આપતા નથી. ધારાસભ્યોએ એક પત્રમાં સોનિયા ગાંધીને આ મામલે દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, કેટલાક ધારાસભ્યોએ કહ્યું છે કે MVAના મંત્રીઓ, ખાસ કરીને કોંગ્રેસના મંત્રીઓ તેમની વાત સાંભળી રહ્યા નથી. કોંગ્રેસ નેતાએ જણાવ્યુ કે,”જો મંત્રીઓ તેમના મતવિસ્તારમાં કાર્યને અમલમાં મૂકવા માટે ધારાસભ્યોની વિનંતીને અવગણશે, તો પક્ષ ચૂંટણીમાં કેવી રીતે સારો દેખાવ કરશે ?”

પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીથી પાછળ !

પક્ષમાં સંકલનના અભાવને દર્શાવતા, ધારાસભ્યોએ કહ્યું કે તેઓને ગયા અઠવાડિયે જ ખબર પડી કે દરેક કોંગ્રેસ મંત્રીને તેમના મુદ્દાઓને યોગ્ય રીતે ઉકેલવા માટે ત્રણ પક્ષના ધારાસભ્યોને સોંપવામાં આવ્યા હતા. કોંગ્રેસના અન્ય ધારાસભ્યએ કહ્યું, “અમને તાજેતરમાં ખબર પડી કે  એચ.કે. પાટીલે  એક બેઠક યોજી હતી,જેમાં કોંગ્રેસના મંત્રીઓને ત્રણ-ત્રણ ધારાસભ્યો ફાળવવામાં આવ્યા હતા. દેખીતી રીતે આ MVA સરકારની રચનાના થોડા મહિના પછી કરવામાં આવ્યુ. પરંતુ અમને તેની જાણ માત્ર 2.5 વર્ષ પછી થઈ હતી. હજુ પણ કોઈ જાણતું નથી કે કયો મંત્રી અમારી સાથે જોડાયેલો છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ કહ્યું કે, પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીથી પાછળ રહી ગઈ છે કારણ કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નિયમિતપણે NCP ધારાસભ્યોને મળે છે, ભંડોળ ફાળવે છે અને તેમની ફરિયાદો સાંભળે છે. કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ છે કે એનસીપીના મંત્રાલયોને વધુ પૈસા ફાળવવામાં આવ્યા. જો વસ્તુઓ એવી જ રહી તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અન્ય રાજ્યોની જેમ હાંસિયામાં ધકેલાઈ જશે તેમ કોંગ્રેસ ધારાસભ્યોનુ માનવુ છે.

આ પણ વાંચો  : મહાવિકાસ અઘાડી સરકારમાં કકળાટ! ‘શિવસેના સાથે થઈ રહ્યો છે અન્યાય’… તાનાજીએ કોંગ્રેસ-NCP પર સાધ્યું નિશાન

Published On - 1:02 pm, Wed, 30 March 22

Next Article