Tauktae Cyclone: તાઉતે તોફાનના કારણે મુંબઈમાં વરસાદ, PM મોદીએ ઉદ્ધવ ઠાકરે સાથે કરી વાતચીત

|

May 17, 2021 | 5:57 PM

તાઉતે તોફાનના કારણે મુંબઈમાં સોમવારે ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે તોફાન સંબંધિત સ્થિતિ પર વાતચીત કરી.

Tauktae Cyclone: તાઉતે તોફાનના કારણે મુંબઈમાં વરસાદ, PM મોદીએ ઉદ્ધવ ઠાકરે સાથે કરી વાતચીત
પીએમ મોદી (ફાઇલ ફોટો)

Follow us on

Tauktae Cyclone: તાઉતે તોફાનના કારણે મુંબઈમાં સોમવારે ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે તોફાન સંબંધિત સ્થિતિ પર વાતચીત કરી. મુંબઈમાં વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવવાના કારણે લોકોને આવવા-જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે તોફાનના કારણે મહારાષ્ટ્ર સરકાર છેલ્લા ત્રણ દિવસથી સતર્ક છે. તંત્ર 24 કલાક કામ કરી રહ્યુ છે. તમામ જિલ્લાઓને સતર્ક રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સતત વરસાદ વરસી રહ્યો છે અને જોરદાર પવન ફુંકાઈ રહ્યો છે. બીકેસીના કોવિડ સેન્ટરને અસ્થાયી રુપથી બંધ કરવામાં આવ્યુ છે. 193 દર્દીઓમાંથી 73 દર્દીઓને આઈસીયુમાં અલગ અલગ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

 

 

મહત્વપૂર્ણ છે કે અરબસાગરમાં ઉઠેલા સમુદ્રી તોફાન તાઉતેએ કેરળ,કર્ણાટક અને ગોવાના તટીય વિસ્તારોમાં વિનાશ મચાવ્યા બાદ રવિવારે આગળ વધ્યુ. વરસાદ અને તેજ હવાઓના કારણે અનેક ઘર ઉડી ગયા. હજારો લોકોને સુરક્ષિત સ્થાન પર શરણ લેવું પડ્યુ. તોફાનના કારણે ઓછામાં આોછા છ લોકોના મૃત્યુ થયા છે. સ્થિતિને સંભાળવા માટે એનડીઆરએફની 101 ટીમ સાથે કોસ્ટગાર્ડ, નૌકાદળ અને વાયુસેના પણ તહેનાત છે.

 

આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાતના મુખ્યમંત્રી અને દમણ, દીવ તેમજ દાદરા નગર હવેલીના પ્રશાસકો સાથે બેઠક કરી બચાવની તૈયારીઓ પર ચર્ચા કરી. તેમણે વાવાઝોડા દરમિયાન હૉસ્પિટલને ઓક્સિજન પ્લાંટની સુરક્ષાનું વિશેષ પ્રબંધન કરવા અને ઓક્સિજનનો પર્યાપ્ત સ્ટોક રાખવા માટે નિર્દેશ આપ્યો.

 

આ પણ વાંચો: Cyclone Tauktae Updates: સુરતના સુવાલીના દરિયામાં જોવા મળ્યો કરંટ, કિનારાના ગામોમાં NDRFની ટીમ તૈનાત

 

Next Article