Maharashtra: શું અનિલ દેશમુખની ધરપકડનો માર્ગ થયો મોકળો ? સુપ્રીમ કોર્ટે તરફથી કોઈ રાહતનાં સમાચાર નહી

|

Aug 16, 2021 | 7:08 PM

દેશમુખે સુપ્રીમ કોર્ટમાં તેમની સામે ચાલી રહેલી તપાસને સ્થગિત કરવાની માંગ કરી હતી. ED દ્વારા મોકલવામાં આવતા સમન્સને રદ કરવાની માંગ કરી હતી અને સંભવિત ધરપકડ અટકાવવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે અનિલ દેશમુખની અરજીની તમામ માંગણીઓ ફગાવી દીધી હતી.

Maharashtra: શું અનિલ દેશમુખની ધરપકડનો માર્ગ થયો મોકળો ? સુપ્રીમ કોર્ટે તરફથી કોઈ રાહતનાં સમાચાર નહી
અનીલ દેશમુખ (File Image)

Follow us on

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખ (Anil Deshmukh) માટે કોઈ છેલ્લો રસ્તો બાકી રહ્યો નથી. તેમને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી. તેમની તમામ માંગણીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate- ED) એ દેશમુખ વિરુદ્ધ મની લોન્ડરિંગ માટે કેસ નોંધ્યો છે. દેશમુખે આ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અલગ અલગ માંગણીઓ કરી.

દેશમુખે સુપ્રીમ કોર્ટમાં તેમની સામે ચાલી રહેલી તપાસને સ્થગિત કરવાની માગ કરી હતી. ED દ્વારા મોકલવામાં આવતા સમન્સને રદ કરવાની માગ કરી હતી અને સંભવિત ધરપકડ અટકાવવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે અનિલ દેશમુખની અરજીની તમામ માંગણીઓ ફગાવી દીધી હતી.

આ પહેલા સીબીઆઈના કેસમાં પણ મળ્યો છે આંચકો 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

અગાઉ ઠાકરે સરકારે અનિલ દેશમુખ કેસમાં કોર્ટમાં અરજી કરી હતી. CBI એ અનિલ દેશમુખ સામે કેસ નોંધ્યો હતો. રાજ્ય સરકારે માંગ કરી હતી કે આ કેસ સંબંધિત બે ફકરાને હટાવી લેવા જોઈએ. રાજ્ય સરકારે આ માટે બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court) અરજી કરી હતી. પરંતુ આ અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. અને હવે ED કેસમાં સુપ્રીમ કોર્ટે પણ દેશમુખને આંચકો આપ્યો છે.

રાજ્ય સરકારનો દાવો શું છે?

સીબીઆઈએ પોતાની એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો છે કે અનિલ દેશમુખ ગૃહમંત્રી હતા ત્યારે પોલીસ ટીમમાં સસ્પેન્ડ થયેલાં પોલીસ અધિકારી સચિન વાજેને ફરજ પર પરત લેવા માટે અને પોલીસ અધિકારીઓની પોસ્ટિંગ અને બદલીમાં બિનજરૂરી દખલગીરી કરતા હતા. રાજ્ય સરકારે માગ કરી હતી કે આ બે મુદ્દાઓને સીબીઆઈની એફઆઈઆરમાંથી હટાવવામાં આવે.

આ બંને મુદ્દાઓ મંત્રાલય અને વહીવટી કાર્ય સાથે સંબંધિત છે. સીબીઆઈ તેને કોઈ કારણ વગર તપાસનો વિષય બનાવી રહી છે. રાજ્ય સરકારે પોતાની અરજીમાં કહ્યું હતું કે સીબીઆઈએ માત્ર મહા વિકાસ આઘાડી સરકારને અસ્થિર કરવા માટે દેશમુખ સામે કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો : Mumbai : પરમબીર સિંહ ખંડણી કેસમાં તપાસ તેજ, D કંપનીના છોટા શકીલ સાથે કનેક્શન હોવાની આશંકા

આ પણ વાંચો :  Share Market : શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ SENSEX અને NIFTY લાલ નિશાન નીચે સરક્યા, Gainer અને Loser Stocks ઉપર કરો એક નજર

Next Article