Maharashtra: સ્થાનિક ચૂંટણીમાં OBC અનામત બેઠકો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જાણો સમગ્ર અહેવાલ

|

Dec 15, 2021 | 4:48 PM

મહારાષ્ટ્ર સરકાર તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં OBCની 27 ટકા બેઠકો પર ચૂંટણી રોકવાના આદેશ સાથે સંબંધિત અરજી દાખલ કરી હતી.

Maharashtra: સ્થાનિક ચૂંટણીમાં OBC અનામત બેઠકો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય,  જાણો સમગ્ર અહેવાલ
Supreme Court (File Photo)

Follow us on

Maharashtra:  મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાનિક ચૂંટણીમાં અન્ય પછાત વર્ગોને OBC અનામત આપવાના મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટના આ નિર્ણયથી સ્થાનિક ચૂંટણીઓમાં (Local Election) ઓબીસી અનામત મળશે નહીં. તમને જણાવી દઈએ કે કોર્ટે અનામત બેઠકોને (OBC Reservation) સામાન્ય બેઠકોમાં બદલવાનો આદેશ કર્યો છે.

 

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મહારાષ્ટ્રમાં થઈ રહેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં OBCઅનામત બેઠકો પર આગામી આદેશ સુધી રોક લગાવવામાં આવી હતી. જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ સી.ટી. રવિકુમારે મંગળવારે કહ્યું હતું કે તે બુધવારે આ મામલાને ઉકેલશે કારણ કે રાજ્યમાં સ્થાનિક ચૂંટણી હોલ્ડ પર છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

 

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી OBCને અસર થશે

મહારાષ્ટ્ર તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ OBC અનામતની 27 ટકા બેઠકો પર ચૂંટણી પર સ્ટે આપવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી હતી. વરિષ્ઠ વકીલે બેંચને જણાવ્યું હતું કે તમામ બેઠકો પરની ચૂંટણી પર રોક લગાવી શકાય છે કારણ કે સમુદાયને માત્ર OBC માટે અનામત બેઠકો પર રહીને પૂર્વગ્રહનો સામનો કરવો પડી રહ્યો છે.

 

અનામત બેઠકો સામાન્ય બેઠકોમાં તબદીલ

આ સાથે વકીલે સર્વોચ્ચ અદાલતને કંઈક “સમાન ઉકેલ” શોધવા વિનંતી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામત હવેથી રહેશે નહીં, સાથે જ અનામત બેઠકોને સામાન્ય બેઠકોમાં તબદીલ કરવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી અનામતની 27 ટકા બેઠકો પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતુ કે અન્ય બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. બે અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો.

 

 

આ પણ વાંચો : Maharashtra Board: મહારાષ્ટ્ર બોર્ડનો શાળાનો અભ્યાસક્રમ બદલાયો, હવે ધોરણ 1 થી 8 સુધી એક નવો વિષય ભણાવવામાં આવશે

 

આ પણ વાંચો : શાહરૂખના લાડલાને રાહત : ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટ આર્યનને આપી મોટી રાહત, જાણો સમગ્ર અહેવાલ

Next Article