સર્વોચ્ચ અદાલતે (Supreme Court) કર્ણાટક અને તમિલનાડુ દ્વારા સંશોધિત પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટમાં નિર્ધારિત નિયમો અને શરતોને આધિન ચાર વર્ષ બાદ મહારાષ્ટ્રમાં બળદગાડા રેસને (Bullock cart race ) મંજૂરી આપી છે.
મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) બુધવારે સુપ્રીમ કોર્ટને રાજ્યમાં બળદગાડા રેસ પરનો પ્રતિબંધ હટાવવાની વિનંતી કરતા કહ્યું હતુ કે, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં આ રેસ યોજવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ સી.ટી. રવિકુમારે કહ્યું કે 2017ના નિયમો અનુસાર બળદગાડા રેસનુ આયોજન કરવાની મંજૂરી આપવા જણાવ્યુ હતુ.
2014 માં સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હતો
ઉલ્લેખનીય છે કે,વર્ષ 2014 માં સુપ્રીમ કોર્ટે PCA એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્વીકારીને સમગ્ર દેશમાં જલ્લીકટ્ટુ, આખલાની દોડ અને બળદગાડાની રેસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે કર્ણાટક અને તમિલનાડુએ નિયમિત આખલાની રેસને મંજૂરી આપવા માટે PCA એક્ટમાં સુધારો કર્યો હતો, જે 3 વર્ષથી વધુ સમયથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. કર્ણાટક અને તમિલનાડુ રાજ્યના સુધારાની માન્યતાને પડકારતી અરજી 2018 થી SC ની બંધારણીય બેંચ સમક્ષ પેન્ડિંગ છે.
મહારાષ્ટ્ર સરકારે કરી હતી આ વિનંતી
મહારાષ્ટ્ર સરકાર તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ(Mukul Rohtagi) રજૂઆત કરી હતી કે બોમ્બે હાઈકોર્ટે(Bombay Highcourt) નિયમોના અમલીકરણ પર રોક લગાવીને રાજ્ય કડક નિયમો હેઠળ બળદગાડાની રેસ યોજવા માગે છે. તેણે બેન્ચને કહ્યું કે પ્રતિબંધ હટાવી લેવામાં આવે અને અમને 2017ના નિયમો પ્રમાણે રેસ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે. વધુમાં તેમણે કહ્યું કે, સર્વોચ્ચ અદાલત સંબંધિત કલેક્ટરને આ રેસની દેખરેખ રાખવા માટે પણ કહી શકે છે.ઉપરાંત રોહતગીએ કહ્યું કે રાજ્ય આમાં સંપૂર્ણ કાળજી લેશે.
આ પણ વાંચો : ‘આજે હિન્દુત્વ વોટ બેંકની હિમાયત કરવાવાળા બાબરી ધ્વંસ સમયે ભાગી ગયા હતા’, સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું
Published On - 3:10 pm, Thu, 16 December 21