મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો મોટોભાગ ધરાશાયી, 20 લોકો ઘાયલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા મુસાફરો કાઝીપેટ પૂણે એક્સપ્રેસ પકડવા પ્લેટફોર્મ નંબર 1થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક આ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો.

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો મોટોભાગ ધરાશાયી, 20 લોકો ઘાયલ
| Edited By: | Updated on: Nov 27, 2022 | 6:41 PM

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજનો મોટો ભાગ ધરાશાયી થતાં એક મોટી દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં ફૂટઓવર બ્રિજ પર હાજર લોકો 60 ફૂટની ઊંચાઈથી પાટા પર પડ્યા હતા. જો કે અત્યાર સુધીની માહિતી અનુસાર આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા છે, જ્યારે 8ની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. તે જ સમયે અકસ્માતમાં ઘાયલ મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા મુસાફરો કાઝીપેટ પૂણે એક્સપ્રેસ પકડવા પ્લેટફોર્મ નંબર 1થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક આ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જણાવી દઈએ કે પુલની ઉંચાઈ લગભગ 60 ફૂટ હતી અને જે સમયે આ દુર્ઘટના થઈ તે સમયે બ્રિજ પર લગભગ 80 લોકો હાજર હતા.

જાણો શું છે મામલો?

હકીકતમાં બલ્લારશાહ સ્ટેશન પર 20થી વધુ ઈજાઓ નોંધાઈ છે. જ્યાં ચંદ્રપુરના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર રેલવે ફૂટ ઓવર બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર 10 મુસાફરો નીચે પડી જવાથી ઘાયલ થયા છે, જેમાંથી કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે બલ્લારશાહ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ આ તમામ ઘાયલ મુસાફરોની મદદ કરી રહ્યા છે. હાલમાં બલ્લારશાહ રેલ્વે સ્ટેશન અને ગ્રામીણ હોસ્પિટલ વિસ્તારમાં ભીડ છે. વધુ અકસ્માતો અને નાસભાગ અટકાવવા માટે આ વિસ્તારમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે.