મહારાષ્ટ્રથી શરૂ થયેલો લાઉડસ્પીકરનો વિવાદ કર્ણાટક સુધી પહોંચ્યો, શિવસેના સાંસદ સંજય રાઉતે BJP પર કર્યા આકરા પ્રહાર

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે આજે મુંબઈમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, રાજ ઠાકરેના નિવેદનની તપાસના અહેવાલ પછી તેમની સામે પગલાં લેવા અંગે નિર્ણય લેવામાં આવશે.

મહારાષ્ટ્રથી શરૂ થયેલો લાઉડસ્પીકરનો વિવાદ કર્ણાટક સુધી પહોંચ્યો, શિવસેના સાંસદ સંજય રાઉતે BJP પર કર્યા આકરા પ્રહાર
Shiv Sena MP Sanjay Raut
| Edited By: | Updated on: Apr 05, 2022 | 12:51 PM

Maharashtra : મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર (Loud Speaker) હટાવવાનો મુદ્દો દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે કર્ણાટકમાં (Karnataka) પણ શ્રી રામ સેના અને બજરંગ દળે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી છે. 2 એપ્રિલના રોજ રાજ ઠાકરેએ(Raj Thackeray)  મુંબઈના શિવાજી પાર્કની સભામાં કહ્યું હતું કે, જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો મસ્જિદોની સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. આ પછી મામલો ગરમાયો હતો.

 રમખાણો ભડકાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે : જયંત પાટીલ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે (Maharashtra Dilip Walse Patil)  કહ્યું કે, જો સમાજમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, દિલીપ વાલ્સે પાટીલે સોમવારે શિરુરની સભામાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમણે મસ્જિદમાંથી અઝાન સાંભળીને પોતાનુ ભાષણ અધવચ્ચે જ રોકી દીધુ હતુ. બીજી તરફ NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલનું (Jayant Patil) નિવેદન સામે આવ્યું છે, તેણે કહ્યું કે મહારાષ્ટ્રમાં રમખાણો ભડકાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, સાવચેત રહેવાની જરૂર છે. NCP નેતા જીતેન્દ્ર આવ્હાડેએ પણ રાજ ઠાકરેને ટ્વીટ કરીને વિનંતી કરી છે કે મોંઘવારી સામે અવાજ ઉઠાવો, મહારાષ્ટ્રમાં આગ લગાડવાની વાત ન કરો. સંજય રાઉત આ સમગ્ર મામલાને ભાજપ પ્રાયોજિત ગણાવી રહ્યા છે. તેઓ કહે છે કે રાજ ઠાકરે ભાજપની ભાષા બોલી રહ્યા છે.

ભાજપ શાસિત રાજ્યોમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવો : સંજય રાઉત

આજે સવારે પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે(Sanjay Raut)  કહ્યું, “પહેલા જાઓ, ભાજપ શાસિત રાજ્યોમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવો.” ઉત્તર પ્રદેશ-ગોવામાં ભાજપ 10 વર્ષથી સત્તામાં છે. આ રાજકારણ ત્યાં કેમ નથી થતું ? મહારાષ્ટ્રમાં જ આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે ? વધુમાં સંજય રાઉતે કહ્યું છે કે, દરેક વિસ્તારના પાલક મંત્રીએ સમજવું પડશે કે મહા વિકાસ અઘાડીની સરકાર ત્રણ પક્ષોની સરકાર છે. જ્યાં એનસીપી કે કોંગ્રેસના(Congress)  હોય ત્યાં શિવસેનાના નેતાઓ અને કાર્યકરો પણ લોકોની વચ્ચે કામ કરી રહ્યા છે. તેમના કામની અવગણના કરવાથી કામ નહીં ચાલે. આ ફરિયાદોનો ઉકેલ ચર્ચા બાદ શોધવામાં આવશે.

રાજ ઠાકરેના નિવેદનની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે

આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે આજે ફરી મુંબઈમાં મીડિયા સાથે વાત કરી હતી. રાજ ઠાકરેના લાઉડ સ્પીકર નિવેદન પર તેમણે કહ્યું, ‘રાજ ઠાકરે સામે કાર્યવાહી કરવા અંગે તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે. તેમના નિવેદનોથી સમાજમાં તંગદિલી ન સર્જાય તેનું ધ્યાન રાખવા આગેવાનોને અપીલ છે. સમાજમાં દુ:ખની સ્થિતિ સર્જાય તેવા નિવેદનો ન કરો. અમે આજે પણ આ વિશે ચર્ચા કરવાના છીએ.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો : Grammy Awards : ભારતીય મૂળની સિંગર ફાલ્ગુની શાહે વિદેશમાં દેશનું નામ રોશન કર્યું, PM મોદીએ અભિનંદન પાઠવ્યા