કોંગ્રેસના ધારાસભ્યના આકસ્મિક અવસાનના કારણે મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક માટે (Kolhapur north assembly by poll) પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. દરમિયાન આ વિસ્તારના અનેક મતદારોના ખાતામાં કેટલાક પૈસા ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું છે. આ વાતની જાણ થતાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે (Chandrakant Patil) કહ્યું છે કે તેઓ આ મામલે EDને પત્ર લખશે અને આ મામલે તપાસની વિનંતી કરશે. જેના જવાબમાં શિવસેનાએ કોલ્હાપુરના લોકોને આહ્વાન કર્યું છે કે, જો ભાજપ આવું કોઈ ‘ઘર ઘર ઈડી’ કામ શરૂ કરે તો તેઓ બગાવત કરે.
શિવસેનાએ કહ્યું છે કે કોલ્હાપુરના લોકોના ખાતામાં પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવા ED મૂકતા પહેલા જે પાંચ રાજ્યોમાં ભાજપ જીત્યું છે. તે તમામ મતવિસ્તારમાં ED દ્વારા તપાસ કરવાની જરૂર છે. ગોવાના પણજી અને સખલ મતવિસ્તારમાં ઈડીની તપાસ શરૂ કરવામાં આવે તો સત્ય બહાર આવશે. શિવસેના સ્પષ્ટપણે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય અતાનાસિયો મોન્સેરાત અને મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તરફ ઈશારો કરી રહી છે. જો કોઈ હર હર મોદી, ઘર ઘર મોદીના નારાનો ઉપયોગ હર હર ઇડી, ઘર ઘર ઇડીના નારા તરીકે કરે છે, તો લોકોએ બળવો કરવો પડશે.
જણાવી દઈએ કે કોલ્હાપુર ઉત્તર વિધાનસભાની પેટાચૂંટણી 12 એપ્રિલે છે. કોંગ્રેસના ધારાસભ્ય દિવંગત ચંદ્રકાત જાધવના આકસ્મિક અવસાનને જોતા કોંગ્રેસે તેમની પત્ની જયશ્રી જાધવને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે સત્યજીત કદમને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં શિવસેના નંબર ટુ પાર્ટી હતી. પરંતુ આ વખતે શિવસેનાએ મહા વિકાસ અઘાડીની એકતા બતાવવા માટે કોંગ્રેસના સમર્થનમાં પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી.
આવી સ્થિતિમાં કોલ્હાપુર વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે કોલ્હાપુરના કેટલાક લોકોના ખાતામાં પૈસા આવ્યા છે. આ અંગે ભાજપ તરફથી ચિંતા વ્યક્ત કરતા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે રવિવારે કહ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ માટે EDને અપીલ કરશે. તેના પર શિવસેનાએ સામનાના તંત્રીલેખમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.
Published On - 8:51 pm, Wed, 6 April 22