હનુમાન ચાલીસાના પાઠને લઈને મુંબઈમાં (Mumbai) વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણાએ ( MP Navneet Rana) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની ઘોષણા કરી હતી, જે બાદ સ્થિતિ વધુ બગડતી જોવા મળી રહી છે. નવનીત રાણાએ સવારે નવ વાગ્યાનો સમય આપ્યો હતો અને તે પહેલા જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘરની બહાર પહોંચી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. . ખાર વિસ્તારમાં સાંસદ નવનીત રાણાના ઘરની બહાર આ હંગામો થઈ રહ્યો છે. નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે, બંનેએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળવા છતાં નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ પર અડગ છે.
આ મામલે મુંબઈ પોલીસે તેમને નોટિસ પણ પાઠવી છે. નોટિસમાં પોલીસે તેમને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. નોટિસમાં તેcને કહેવામાં આવ્યું છે કે જો તેઓ બહાર નિકળે છે અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત સમસ્યા ઊભી થાય છે તો તેમને જવાબદાર ગણવામાં આવશે. પરંતુ રાણા દંપતી માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જીદ પર અડગ છે. રાણા દંપતીના નિર્ણય બાદ સીએમના બંગલા માતોશ્રીની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
એક તરફ ખારમાં પોલીસ સુરક્ષા કડક કરવામાં આવી છે. આ સાથે જ માતોશ્રી પણ છાવણીના સ્વરૂપમાં ફેરવાયું છે. મોટા પાયે બેરિકેડીંગ કરવામાં આવ્યું છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક પગલા લીધા છે.
આ દરમિયાન શિવસૈનિકોએ ભાજપના નેતા મોહિત કંબોજના વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલો બાંદ્રાના કલાનગર સિગ્નલ પર માતોશ્રી પાસે રાત્રે 9.15 થી 9.30 વચ્ચે થયો હતો. હુમલા બાદ શિવસેનાના સાંસદ વિનાયક રાઉત અને વરુણ સરદેસાઈએ અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા કહ્યું કે મોહિત કંબોજ તેમની કારમાંથી કેમ નીચે ઉતર્યા? માતોશ્રી અને કલાનગરની રેકી કરવાની હોવાથી તેઓ નીચે ઉતર્યા. તેઓ ત્યાં ફોટા પાડી રહ્યા હતા. જ્યારે શિવસૈનિકો તેમની પાસે પહોંચ્યા તો તેઓ કારમાં નાસી ગયા. વિનાયક રાઉતે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમની કારમાં હથિયારો હતા અને હોકી સ્ટિક રાખવામાં આવી હતી.
सुनो गौर से दुनिया वालों
बुरी नज़र ना हमपे डालो….ना झुकेंगे
ना रुकेंगे
ना डरेंगे
ना थकेंगे…छत्रपति शिवाजी महाराज के सैनिक है
आपके भ्रष्टाचार के ख़िलाफ़ लड़ते रहेंगे. pic.twitter.com/oT1LqlecKC— Mohit Kamboj Bharatiya – मोहित कंबोज भारतीय (@mohitbharatiya_) April 22, 2022
આ મુદ્દે વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકરે TV9ને જણાવ્યું હતું કે શિવસેનાના નેતાઓના નિવેદનો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ કેવી રીતે હથિયાર અને હથિયારોની વાત કરીને તેમને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોહિત કંબોજની કાર પર શિવસૈનિકો દ્વારા કરાયેલા હુમલા બાદ કંબોજના ઘરે બીજેપી નેતાઓની મહત્વની બેઠક મળી હતી.
આ પણ વાંચો : લાઉડ સ્પીકરનો વિવાદ પહોંચ્યો ‘માતોશ્રી’ સુધી, ઘર બહાર જમા થયેલા શિવસૈનિકોને CM ઉદ્ધવ ઠાકરેએ કરી આ અપીલ
Published On - 9:23 am, Sat, 23 April 22