Maharashtra: જૂથ અથડામણને લઈ રાજકારણ ગરમાયુ, સંજય રાઉતે શિંદે-ફડણવીસ સરકાર પર કર્યા આકરા પ્રહારો

|

Mar 30, 2023 | 2:00 PM

સંભાજીનગરમાં બે સમુદાયો વચ્ચેના અથડામણ માટે શિંદે-ફડણવીસ સરકારને જવાબદાર ઠેરવતા સંજય રાઉતે કહ્યું કે તેમનો એક માત્ર ઈરાદો તોફાનો ભડકાવવાનો છે.ગૃહમંત્રીનું અસ્તિત્વ ક્યાંય દેખાતું નથી.

Maharashtra: જૂથ અથડામણને લઈ રાજકારણ ગરમાયુ, સંજય રાઉતે શિંદે-ફડણવીસ સરકાર પર કર્યા આકરા પ્રહારો

Follow us on

ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રના સંભાજીનગરના કિરાડપુરા અને જલગાંવ જેવા વિસ્તારોમાં બે સમુદાયો વચ્ચે અથડામણ અને પથ્થરમારાની ઘટનાઓને લઈને શિંદે-ફડણવીસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, શિંદે-ફડણવીસ સરકારનો એક માત્ર ઇરાદો દેખાઈ રહ્યો છે. આ સરકાર રાજ્યમાં રમખાણો કરાવવા માંગે છે. ગૃહમંત્રીનું અસ્તિત્વ ક્યાંય દેખાતું નથી. ખબર નહીં કેમ ફડણવીસના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાય છે. આપણે જે ફડણવીસને ઓળખીએ છીએ તે દેખાતા નથી.

રાજ્યમાં ગૃહમંત્રીનું અસ્તિત્વ છે કે નહીં ?

વધુમાં સંજય રાઉતે કહ્યું કે,’રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ,અસ્થિરતા પેદા કરવાનો આ સરકારનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. આજે તોફાનો થઈ રહ્યા છે. રાજ્યમાં ગૃહમંત્રીનું અસ્તિત્વ છે કે નહીં ? તે પ્રશ્ન છે. દેવેન્દ્ર ફડણવીસ નિરાશા અને હતાશામાં કામ કરી રહ્યા છે. આનું કારણ શોધવું પડશે. સંભાજીનગરમાં જોવા મળેલી પરિસ્થિતિ માટે રાજ્ય સરકાર જવાબદાર છે. આ સરકારની નિષ્ફળતા છે. રાજ્યમાં આવું વાતાવરણ સર્જાય તેવી સરકારની ઈચ્છા છે. આ માટે શિંદે જૂથની એક ટીમ કામ કરી રહી છે.

ભાગલા પાડો અને રાજ કરોની રાજનીતિ શરૂ

તો NCP ના નેતા અને વિપક્ષના નેતા અજિત પવારે પણ બે જૂથો વચ્ચેની અથડામણ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. અને સમાજમાં અસ્થિરતા પેદા કરનારાઓના મનમાં શાસનનો ડર જ ન હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ સંભાજીનગરની હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવતા કહ્યું કે,ભાજપે જમીનમાં વાવેલું ઝેર તેનો પાક છે. ભાજપે દેશભરમાં ભાગલા પાડો અને રાજ કરોની રાજનીતિ શરૂ કરી છે.લોકોએ આ જાળમાં ફસાવું જોઈએ નહીં.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

ચંદ્રકાંત ખૈરે અને અંબાદાસ દાનવે, ઠાકરે જૂથના અન્ય નેતાઓ, છત્રપતિ સંભાજીનગરમાં સાંપ્રદાયિક તણાવ માટે સાંસદ ઈમ્તિયાઝ જલીલ અને ભાજપ વચ્ચેની સાંઠગાંઠને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું હતુ કે જ્યારથી ઇમ્તિયાઝ જલીલ અહીં સાંસદ બન્યા છે ત્યારથી આ વિસ્તારમાં અશાંતિ છે.

Next Article