મહારાષ્ટ્રમાં મહાભારત: ફ્લોર ટેસ્ટ પહેલા શરદ પવારે કહ્યું ‘શિંદેની સરકાર છ મહિના પણ નહીં ચાલે’

|

Jul 04, 2022 | 12:28 PM

મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. હવે આજે શિંદે જૂથે એકનાથ શિંદેના નેતૃત્વમાં નવી રચાયેલી સરકારના વિશ્વાસ મતનો સામનો કરીને બીજા પડકારને પાર કરવાનો છે.

મહારાષ્ટ્રમાં મહાભારત: ફ્લોર ટેસ્ટ પહેલા શરદ પવારે કહ્યું શિંદેની સરકાર છ મહિના પણ નહીં ચાલે
Sharad pawar lashes out eknath shinde

Follow us on

મહારાષ્ટ્રમાં (maharashtra) શિંદે જૂથે વિધાનસભા અધ્યક્ષની (Speaker election) ચૂંટણી જીતીને સ્પીકરની ચૂંટણી જીતી લીધી છે, હવે તેમની સામે બીજો પડકાર છે. મહારાષ્ટ્ર ફ્લોર ટેસ્ટ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ (floor test) યોજાવાની છે. જેના માટે હવે શિંદે જૂથ તૈયાર છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર ગઈકાલથી શરૂ થયુ હતુ. જેમાં રવિવારે યોજાયેલી વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે જીતી હતી, જેમને શિંદે જૂથનું સમર્થન હતુ.

હવે આજે શિંદે જૂથની અંતિમ પરીક્ષા છે, જેમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં નવી રચાયેલી સરકારને વિશ્વાસના મતનો સામનો કરવો પડશે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું હતુ કે, મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીની સંભાવના છે, કારણ કે શિંદે સરકાર છ મહિના પણ ટકી શકશે નહીં.

બહુમતી સાબિત કરવા લડાઈ-આરપાર

આ પહેલા રવિવારે સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફ્લોર ટેસ્ટ વ્યૂહરચના ઘડવા માટે મુંબઈની એક હોટલમાં ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) અને બીજેપીના ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓની હાજરીમાં શિવસેનાના ધારાસભ્યોના તેમના જૂથ સાથે બેઠક યોજી હતી. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે શિંદે સરકાર 166 વોટ સાથે બહુમત સાબિત કરશે. સૌથી યુવા સ્પીકરના ઉમેદવાર રાહુલ નાર્વેકરે (rahul narvekar) રવિવારે 164 મતોથી સ્પીકરની ચૂંટણી જીતી હતી. જો કે બે ધારાસભ્યો સ્વાસ્થ્યના કારણોસર હાજર રહ્યા ન હતા. ભાજપ પાસે હાલમાં 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં(maharashtra aasembly)  106 ધારાસભ્યો છે અને શિંદે શિવસેનાના 39 બળવાખોર ધારાસભ્યો અને કેટલાક અપક્ષો સાથે હોવાનો દાવો કરે છે. તાજેતરમાં શિવસેનાના ધારાસભ્યના મૃત્યુ પછી, વિધાનસભાની વર્તમાન સંખ્યા ઘટીને 287 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ગૃહમાં બહુમતનો આંકડો 144 છે.

'હું શાહરૂખ ખાન નથી, મારી પાસે એટલા પૈસા નથી', સૈફ અલી ખાને આવું કેમ કહ્યું ?
પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન

વ્હીપ ઠાકરે જૂથ માટે ઊભી કરી શકે છે મુશ્કેલી

ફ્લોર ટેસ્ટ પહેલા, ભાજપ-શિંદે જૂથના ધારાસભ્યોએ એકનાથ શિંદેને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. સ્પીકર રાહુલ નાર્વેકરે પણ શિંદેને નેતા તરીકે માન્યતા આપી છે. તેમના વતી ભરત ગોગાવલેને ચીફ વ્હીપ (Whip) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ઉદ્ધવ જૂથના અજય ચૌધરીને પ્રથમ ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા છે. જો કે 16 ધારાસભ્ય ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો આંચકો આપી શકે છે, કારણ કે તેઓ સોમવારના વિશ્વાસ મત માટે ગોગાવાલે દ્વારા જાહેર કરવામાં આવનાર વ્હીપ દ્વારા બંધાયેલા હશે. જો આ 16 ધારાસભ્યો વ્હીપનું પાલન કરવાનો ઇનકાર કરશે તો તેઓને ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે. શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે તેઓ આ ગેરબંધારણીય નિર્ણયને કોર્ટમાં (Supreme Court) પડકારશે.

Published On - 9:46 am, Mon, 4 July 22

Next Article