Sea plane: તારીખ પે તારીખ, અમદાવાદથી કેવડિયા સુધી સી પ્લેન હવે 30મી ડીસેમ્બરથી શરૂ કરાશે

|

Dec 27, 2020 | 10:56 AM

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી (Sabarmati Riverfront) કેવડિયા- સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સુધી શરૂ કરાયેલ સી-પ્લેનનું (Sea plane) સંચાલન હાલ એરક્રાફ્ટના મેઈન્ટેનન્સના નામે 28 નવેમ્બરથી બંધ છે. આ સેવા ફરીથી આગામી 30મી ડિસેમ્બરથી શરુ કરવાની જાહેરાત એરલાઈન્સે કરી છે. સી પ્લેન એરક્રાફ્ટને જરૂરી સમારકામ માટે માટે માલદીવ મોકલાયું હતું, મેઈન્ટેનન્સ બાદ 15 ડિસેમ્બરથી ફરી સી-પ્લેન […]

Sea plane: તારીખ પે તારીખ, અમદાવાદથી કેવડિયા સુધી સી પ્લેન હવે 30મી ડીસેમ્બરથી શરૂ કરાશે

Follow us on

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી (Sabarmati Riverfront) કેવડિયા- સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સુધી શરૂ કરાયેલ સી-પ્લેનનું (Sea plane) સંચાલન હાલ એરક્રાફ્ટના મેઈન્ટેનન્સના નામે 28 નવેમ્બરથી બંધ છે. આ સેવા ફરીથી આગામી 30મી ડિસેમ્બરથી શરુ કરવાની જાહેરાત એરલાઈન્સે કરી છે.

સી પ્લેન એરક્રાફ્ટને જરૂરી સમારકામ માટે માટે માલદીવ મોકલાયું હતું, મેઈન્ટેનન્સ બાદ 15 ડિસેમ્બરથી ફરી સી-પ્લેન સંચાલન શરૂ કરવાની જાહેરાત સ્પાઈસ જેટે કરી હતી. ત્યારબાદ એરલાઈન્સે ફરી એકવાર તારીખ બદલીને 27 ડિસેમ્બર જાહેર કરી હતી. પરંતુ સમારકામ માટે મોકલાયેલ એરક્રાફ્ટ હજુ સુધી ન આવતાં, એરલાઈન્સને ફરી એકવાર તારીખ બદલવી પડી છે. હવે 30 ડિસેમ્બરથી સી-પ્લેનનું સંચાલન થશે તેવી જાહેરાત એરલાઈન્સે કરી છે.

સ્પાઈસ જેટ એરલાઈન્સના અધિકારીના વધુમાં જણાવ્યા મુજબ, એરલાઈન્સે 30 ડિસેમ્બર અને પછીની સફર માટે ટિકિટનું બુકિંગ શરૂ કર્યું છે. પેસેન્જરો પાસેથી બુકિંગની રિક્વેસ્ટ મંગાવવાને બદલે, ઓનલાઈન બુકિંગ શરૂ કરાયું છે. શરૂઆતમાં  અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા સુધીના સી-પ્લેનને બહુ ઓછી માત્રામાં જ મુસાફરો મળ્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

 

 

Published On - 10:13 am, Sun, 27 December 20

Next Article