‘હું માફી નહીં માંગુ, હું સાવરકર નથી, ગાંધી છુ.’ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના આ નિવેદન પર શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમે સાવરકરને અમારા આદર્શ માનીએ છીએ. તેમનું બલિદાન પ્રતીક છે, તેથી અમે તેમનો અનાદર સહન નહીં કરીએ. રાહુલને સલાહ આપતાં ઠાકરેએ કહ્યું કે તેઓ સાવરકરનું અપમાન કરવાથી દૂર રહે.
માલેગાંવ, નાસિકમાં એક રેલીને સંબોધતા, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હા વિકાસ આઘાડી (MVA) ગઠબંધન લોકશાહીને બચાવવા માટે બનાવવામાં આવ્યું હતું, તેથી એક થઈને કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. MVA ગઠબંધનમાં શિવસેના (UBT), કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સામેલ છે.
Will not tolerate the insult of Savarkar. The alliance of Uddhav faction, Cong & NCP was made to protect democracy & we need to work unitedly. Rahul Gandhi is being provoked deliberately but if we waste time in this, democracy will cease to exist: Uddhav Thackeray on Rahul… pic.twitter.com/oRsin0IrES
— ANI (@ANI) March 26, 2023
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાહુલ ગાંધીને સાવરકર વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વીડી સાવરકરે 14 વર્ષ સુધી આંદામાન અને નિકોબાર જેલમાં યાતનાઓ ભોગવી હતી. તેને કાળા પાણીની સજા કરવામાં આવી હતી. તેમનું બલિદાન દેશ માટે પ્રતીક છે. ઠાકરેએ કહ્યું કે જો આજનો આ સમય વેડફાશે તો લોકશાહીનું અસ્તિત્વ ખતમ થઈ જશે. જો આમ થશે તો 2024ની લોકસભા ચૂંટણી છેલ્લી ચૂંટણી હશે.
ભાજપ પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જેમને દેશની આઝાદી સાથે કોઈ લેવાદેવા નથી તેઓ લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સરકારને સાચો સવાલ પૂછ્યો છે કે અદાણીની કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે? પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમર્થન કર્યું હતું. આ યાત્રામાં ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ ભાગ લીધો હતો.
લોકસભાના સભ્યપદેથી સસ્પેન્ડ થયાના એક દિવસ પછી રાહુલ ગાંધીએ ભાજપના આરોપો પર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હું સાવરકર નથી, હું ગાંધી છું અને ગાંધી કોઈની માફી માંગતા નથી.