Maharashtra : મહારાષ્ટ્રના પરલીમાં દિવાળીના અવસર પર મશહુર ડાન્સર સપના ચૌધરીના ડાન્સનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડેએ (Dhananjay Munde) કર્યું હતું. મળતી માહિતી મુજબ, સ્નેહ મિલન માટે આ કાર્યક્રમનું આયોજન કરાવામાં આવ્યુ હતુ. આ અંગે ધનંજય મુંડેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક તરફ રાજ્ય પરિવહન કર્મચારીઓ તેમની માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ સ્થિતિમાં મહા વિકાસ આઘાડી સરકારના મંત્રી દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવું યોગ્ય નથી.
વિપક્ષે સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે પર નિશાન સાધ્યું
આ કાર્યક્રમને લઈને વિપક્ષી નેતાઓ દ્વારા રાજ્ય મંત્રીની આકરી ટીકા કરવામાં આવી રહી છે. શિવસંગ્રામ પાર્ટીના સંસ્થાપક પ્રમુખ વિનાયક મેટેએ આ કાર્યક્રમ માટે સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે પર નિશાન સાધ્યું છે. વિનાયક મેટેએ (Vinayak Mate) કહ્યું, સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડેએ (Minister of Social Justice) પરલીમાં સપના ચૌધરીના ડાન્સ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં આગને પગલે દસ જીંદગી હોમાઈ, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને બીજી બાજુ સામાજીક ન્યાય મંત્રી અને સપના ચૌધરી નાચે છે !
સામાજિક ન્યાય મંત્રીની સામાજિક સંવેદના ક્યાં ગઈ?
વધુમાં વિનાયક મેટેએ કહ્યુ કે, રાજ્ય પરિવહન કર્મચારીઓ તેમના ઘરની બહાર આવી રહ્યા છે અને તેમના અધિકારો માટે આંદોલન કરી રહ્યા છે, તેમનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તેમની સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરંતુ અહીં તેઓ સપના ચૌધરીને બોલાવીને ડાન્સ (Dance) કરવામાં વ્યસ્ત છે. સામાજિક ન્યાય પ્રધાન ધનંજય મુંડેની સામાજિક સંવેદનાઓ ક્યાં ગાયબ થઈ ગઈ તે ખબર નથી.
ઉપરાંત વિપક્ષી નેતાએ આકરા પ્રહારો કરતા કહ્યું, આજે બીડ જિલ્લામાં (Bid District) ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. પરંતુ અહીંના મંત્રીઓ તેમને જોવાની, સાંભળવાની અને સમજવાની જરૂર સમજતા નથી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો, મહિલાઓ પર થતા અત્યાચારના પ્રશ્નો, વધી રહેલા ગેરકાયદે ધંધા, જમીન પચાવી પાડવાના વધતા બનાવો સળગી રહ્યા છે.
આ પણ વાંચો: શ્રધ્ધાળુઓ માટે ખુશખબર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ સ્થળે પાલખી માર્ગનો કરશે શિલાન્યાસ