Maharashtra : “ચૂંટણી નજીક આવતા ભાજપને યાદ આવ્યો વિકાસ”, શિવસેનાએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન

|

Dec 26, 2021 | 1:23 PM

સંજય રાઉતે ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે સામનામાં લખ્યું છે કે, 'હવે ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક આવતા સતાધારી પક્ષ મથુરામાં મંદિર બનાવશે.'

Maharashtra : ચૂંટણી નજીક આવતા ભાજપને યાદ આવ્યો વિકાસ, શિવસેનાએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન
Shiv Sena targets modi goverment

Follow us on

Maharashtra : વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયુ છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut)  તેના મુખપત્ર ‘સામના’માં ફરી એકવાર મોદી સરકાર (Modi Government)  પર નિશાન સાધ્યુ છે. અલગ-અલગ મુદ્દે શિવસેનાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા.

સંજય રાઉતે લખ્યું છે કે, ‘સંસદથી લઈને વિધાનસભા (Assembly) સુધી કૂતરા-વાંદરાની જૂની રમત શરૂ થઈ ગઈ છે. વિપક્ષ રોજેરોજ અપમાનિત થાય છે. દેશમાં કોઈને પણ ન્યાય મળી રહ્યો નથી. ગુસ્સે ભરાયેલા જયા બચ્ચને રાજ્યસભામાં ભાજપના સાંસદને શ્રાપ આપ્યો, તેની ચર્ચા હજુ પણ ચાલી રહી છે.’

સંજય રાઉતે સતાધારી પક્ષ પર ઉઠાવ્યા સવાલ

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

વધુમાં સંજય રાઉતે આગળ લખ્યું છે કે, ‘સત્તાધારી પાર્ટીએ (BJP Party) લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પૂર્ણપણે કફન ઓઢીને સંસદનું સત્ર સમાપ્ત કર્યું છે. ખેડૂતોની સમસ્યાને લઈને આંદોલન કરનારા 12 રાજ્યસભા સાંસદોનું સસ્પેન્શન અંત સુધી પાછું ખેંચવામાં આવ્યું નથી. આ બાર સાંસદો છેક સુધી સંસદ ભવન સામે ગાંધીજીની પ્રતિમા પાસે બેઠા હતા. લોકશાહીમાં વિપક્ષના વર્તન પર હંમેશા આંગળી ચીંધવામાં આવે છે, પરંતુ સત્તામાં રહેલા લોકોનું વર્તન ગમે તેટલું ગેરકાયદેસર હોય, કોઈ તેમની તરફ આંગળી ચીંધતું નથી.

UPની ચૂંટણી આવતા મથુરામાં મંદિર બનાવવામાં આવ્યુ

સંજય રાઉતે ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે સામનામાં (Samana) લખ્યું છે કે, ‘હવે ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક આવતા ભાજપ  મથુરામાં મંદિર બનાવશે. પરંતુ મંદિર નિર્માણની વાત કરનારાઓએ ખેડૂત આંદોલનમાં 700 લોકોનું બલિદાન લીધું. તેમાંથી 13ના લખીમપુર ખીરીમાં કચડાઈને મોત થયા હતા. તેમના ગુનેગારોને મંત્રીમંડળમાં રાખીને કયું મંદિર બનાવાશે ? અમિત શાહે પુણેમાં કહ્યું કે શિવસેનાએ હિન્દુત્વ છોડી દીધું છે. પરંતુ આજના સમાજમાં તેની પાર્ટી હિન્દુત્વના કયા આદર્શોનું પાલન કરે છે ?

 

આ પણ વાંચો: ઓમિક્રોનનો આતંક : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોંધાયા આટલા કેસ

આ પણ વાંચો: Omicron in Maharashtra: ઓમિક્રોનના કેસે સદી ફટકારી, આરોગ્ય મંત્રીએ કહ્યું- ઓક્સિજનનો વપરાશ વધશે તો ફરીથી લાગુ થશે લોકડાઉન

Next Article