Gujarati NewsMumbai। Sanjay raut said on maharashtra home minister has also issued a notice stating how much loudspeaker sound decibel during azaan
અજાન વિવાદને લઈને સંજય રાઉતનું નિવેદન, કેટલા અવાજ સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે તેનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ કરી હતી. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ મસ્જિદોની સામે મોટેથી હનુમાન ચાલીસા વગાડશે.
Sanjay Raut (File Image)
Follow us on
કર્ણાટકની મસ્જિદોમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકરમાં ધ્વનિ માપન મશીન લગાવવાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Shiv Sena Sanjay Raut) લાઉડસ્પીકરથી અઝાનના મુદ્દે (Azaan Loudspeaker Issue) કહ્યું કે મહારાષ્ટ્રના(Maharashtra) ગૃહમંત્રીએ પણ નોટિસ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અઝાન કરતી વખતે લાઉડસ્પીકર ડેસિબલનું લેવલ શું હોવું જોઈએ. જણાવી દઈએ કે અગાઉ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ કરી હતી. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ મસ્જિદોની સામે મોટેથી હનુમાન ચાલીસા વગાડશે.
રાજ ઠાકરેએ કરી હતી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ
2 એપ્રિલના રોજ, મુંબઈના દાદરમાં શિવાજી પાર્કમાં તેમના ભાષણમાં રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો મસ્જિદોમાંથી મસ્જિદો પરના લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તેમની પાર્ટી મનસે (MNS)ના કાર્યકર્તાઓ મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડશે. તેની શરૂઆત મુંબઈના ઘાટકોપર વિસ્તારથી થઈ અને પછી નાસિકમાં મનસે કાર્યકર્તાઓએ હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કર્યું. રાજ્યના પુણે સહિત અન્ય ઘણા વિસ્તારોમાંથી આવા અહેવાલો સામે આવ્યા છે.
પુણેના ભદ્રકાલી મંદિરમાં પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા બાદ મનસે કાર્યકર્તાઓએ હાલ પૂરતું લાઉડસ્પીકર લગાવવાનો તેમનો આગ્રહ છોડી દીધો હતો. આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે, જો સમાજમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
મસ્જિદોમાં સાઉન્ડ માપવાનું મશીન લગાવવામાં આવશે
કર્ણાટકમાં હિન્દુ સંગઠનોએ મસ્જિદમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ કરી હતી.જે બાદ સરકારે પણ આ માગને સમર્થન આપ્યું હતું.જો કે, સરકારે કહ્યું કે કાયદા મુજબ કામ કરવામાં આવશે.આ પછી કર્ણાટક સરકારે તમામ મસ્જિદોને નોટિસ ફટકારી છે.જે બાદ મસ્જિદોમાં ધ્વનિ માપન મશીન લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
પોલીસે મોકલી છે નોટિસ
કર્ણાટકમાં મસ્જિદોને તેમના લાઉડસ્પીકરનો અવાજ પરમિટ ડેસિબલ સ્તરની અંદર ઉપયોગ કરવા માટે પોલીસ તરફથી નોટિસ મોકલવામાં આવી છે. બેંગલુરુમાં લગભગ 250 મસ્જિદોને આવી નોટિસ મોકલવામાં આવી છે. આ તમામ મસ્જિદોના લાઉડ સ્પીકર નિર્ધારિત ધોરણ કરતા વધુ મોટેથી હોવાનું જણાયું હતું. હવે સત્તાવાળાઓએ મસ્જિદોમાં આવા ઉપકરણો લગાવવાનું શરૂ કર્યું છે જે અવાજને પરમિટ લેવલ સુધી રાખે છે.