‘રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા માટે સક્ષમ’ દેશની સૌથી જૂની પાર્ટી વગર કોઈ પણ ત્રીજો પક્ષ સફળ નહીં થાય: સંજય રાઉત

|

Jan 22, 2023 | 6:12 PM

રાઉતે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતે કહ્યું છે કે તે વડાપ્રધાન બનવા માટે ઈચ્છુક નથી પણ જ્યારે લોકો તેમને ટોચના પદ પર જોવા ઈચ્છશે તો તેમની પાસે કોઈ વિકલ્પ નહીં રહે. લોકતંત્રમાં જનતા નક્કી કરી લે તો કોઈ પણ વ્યક્તિ દેશનો વડાપ્રધાન બની શકે છે.

રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા માટે સક્ષમ દેશની સૌથી જૂની પાર્ટી વગર કોઈ પણ ત્રીજો પક્ષ સફળ નહીં થાય: સંજય રાઉત
Rahul Gandhi and Sanjay Raut
Image Credit source: Social Media

Follow us on

શિવસેનાના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું કે ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારતના વડાપ્રધાન બનવા માટે યોગ્ય છે અને દેશની સૌથી જૂની પાર્ટી વગર કોઈ પણ ત્રીજો પક્ષ સફળ નહીં થાય. તેમને કહ્યું કે રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રાનો ઉદ્દેશ્ય નફરત અને ડરને દૂર કરવાનો છે અને તેમનો ઉદ્દેશ્ય પોતાની પાર્ટીના બેનર હેઠળ વિરોધ પક્ષોને એક કરવા માટે નથી.

રાઉતે કહ્યું કે વૈચારિક અને રાજકીય મતભેદોથી અલગ રાહુલ ગાંધી નેતૃત્વ કૌશલ બતાવશે અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી ભાજપ માટે એક મોટો પડકાર બનશે. શુક્રવારે વરસાદ હોવા છતાં હટલી મોઢથી ચંદાવલની વચ્ચે 13 કિલોમીટર સુધી રાહુલ ગાંધીની સાથે ચાલનારા રાઉતે કહ્યું કે કોંગ્રેસ વિશે ભાજપ ખોટી ધારણા ફેલાવી રહી છે, પરંતુ આ મુલાકાત રાહુલ વિશેની તેમની તમામ માન્યતાઓ તોડી નાખશે.

આ પણ વાંચો: Jammu-Kashmir: જમ્મુમાં વિસ્ફોટ બાદ NIA એક્શનમાં, ભારત જોડો યાત્રા પર આપ્યું એલર્ટ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3500 કિલોમીટર દરેક લોકો નથી ચાલી શકતા

રાઉતે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતે કહ્યું છે કે તે વડાપ્રધાન (Prime Minister) બનવા માટે ઈચ્છુક નથી પણ જ્યારે લોકો તેમને ટોચના પદ પર જોવા ઈચ્છશે તો તેમની પાસે કોઈ વિકલ્પ નહીં રહે. લોકતંત્રમાં જનતા નક્કી કરી લે તો કોઈ પણ વ્યક્તિ દેશનો વડાપ્રધાન બની શકે છે.

રાઉતે કહ્યું કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3500 કિલોમીટર દરેક લોકો ચાલી શકતા નથી. તેના માટે ખુબ જ સમર્પણ અને દેશ માટે પ્રેમની જરૂર હોય છે. તેમને આપણા દેશ માટે પોતાની ચિંતાઓને જાહેર કરી છે અને હું આ યાત્રામાં કોઈ રાજનીતિ જોતો નથી.

કોંગ્રેસમાં ખુબ જ હિંમત છે

કોંગ્રેસ વગર ત્રીજા પક્ષના વિચારને રદ કરતા રાઉતે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટીમાં ખુબ જ હિંમત છે અને દેશભરના દરેક ખુણા પર તેની હાજરી છે. રાઉતે કહ્યું કે જમ્મૂ આવવાનો તેમનો ઉદ્દેશ્ય ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સાથે સામેલ થવાનો રહ્યો છે. રાહુલ ગાંધી સાથે પદયાત્રામાં ખૂબ જ રોમાંચક અનુભવ હતો. હું આ મુલાકાતને રાજકીય માનતો નથી.

Next Article