Maharashtra: નાગાલેન્ડમાં શરદ પવારની NCPએ ભાજપ સાથે મળીને સરકાર કેમ બનાવી? સંજય રાઉતે કર્યો ખુલાસો

સંજય રાઉતે કહ્યું કે, ત્યાંની મુખ્ય પાર્ટી ભાજપ નથી પરંતુ પ્રાદેશિક પાર્ટી એનડીપીપી છે, જેને 25 બેઠકો મળી છે, તેમની સાથે ગઠબંધન કરનાર પક્ષ ભાજપને 12 બેઠકો મળી છે. આ પછી ત્રીજી પાર્ટી એનસીપી રહી છે, જેને 7 સીટો મળી છે. એનસીપી એકલી નથી, અન્ય પાર્ટીઓ પણ સરકારમાં સામેલ થઈ છે.

Maharashtra: નાગાલેન્ડમાં શરદ પવારની NCPએ ભાજપ સાથે મળીને સરકાર કેમ બનાવી? સંજય રાઉતે કર્યો ખુલાસો
| Edited By: | Updated on: Mar 09, 2023 | 12:43 PM

નાગાલેન્ડમાં શરદ પવારની NCP સરકારમાં સામેલ છે. આ રીતે નાગાલેન્ડમાં કોઈ વિપક્ષમાં નથી. શરદ પવારની એનસીપી ભાજપ અને એનડીપીપીની ગઠબંધન સરકારને સમર્થન આપી રહી છે. નાગાલેન્ડમાં વિરોધ પક્ષોમાં સૌથી વધુ સીટો NCPને મળી છે. પરંતુ NCP અને નીતીશ કુમારની JDU સહિત નાગાલેન્ડમાં તમામ પક્ષોએ સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો. આ અંગે સ્પષ્ટતા આપતાં શરદ પવારે ગઈકાલે કહ્યું હતું કે તેમનું સમર્થન NDPPને છે ભાજપને નહીં. આજે સંજય રાઉતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

ત્રીજી પાર્ટી એનસીપી છે, જેને 7 સીટો મળી

આજે (9 માર્ચ, ગુરુવાર) ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે શરદ પવારની પાર્ટીના સાથી હોવાને કારણે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ત્યાંની મુખ્ય પાર્ટી ભાજપ નથી પરંતુ પ્રાદેશિક પાર્ટી એનડીપીપી છે જેના નેતા રિયો થોડો સમય સંસદમાં અમારી સાથે હતા. તેમની પાર્ટીને 25 બેઠકો મળી હતી. તેમની સાથે ગઠબંધન કરનાર પક્ષ ભાજપને 12 બેઠકો મળી છે. આ પછી ત્રીજી પાર્ટી એનસીપી રહી છે, જેને 7 સીટો મળી છે. એનસીપી એકલી નથી, અન્ય પાર્ટીઓ પણ સરકારમાં સામેલ થઈ છે.

આ પણ વાંચો : થાણેમાં શિંદે-ઠાકરે સમર્થકો વચ્ચે અથડામણ, સંજય રાઉતે કહ્યું ‘મર્દ હોય તો સામે આવીને લડો’

નાગાલેન્ડ સરહદી રાજ્ય છે, સંવેદનશીલ, સર્વપક્ષીય સરકાર જરૂરી

વાસ્તવમાં નાગાલેન્ડ સરહદી રાજ્ય છે અને સંવેદનશીલ છે. ભૌગોલિક અને સુરક્ષાની સ્થિતિને જોતા ક્યારેક કાશ્મીર કરતાં પણ વધુ સંવેદનશીલ કહી શકાય. આતંકવાદી હુમલાનો ખતરો રહે છે. ત્યાંની સરકાર ભાજપની નથી. ભાજપ એનડીપીપીનો સહયોગી છે. અન્ય ભાજપ વિરોધી પક્ષો પણ સરકારમાં જોડાયા છે. તેમા વાંધો ઉઠાવવાનો પ્રશ્ન જ નથી.

નાગાલેન્ડમાં પહેલા પણ આ પ્રકારની સરકાર બની છે

પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું, નાગાલેન્ડમાં આ પ્રયોગ પહેલીવાર નથી થયો. આ પહેલા પણ આ પ્રકારની સરકાર બની છે. કારણ કે તે રાજ્યની જરૂરિયાત છે. સરહદી રાજ્ય હોવાને કારણે ત્યાં જે પ્રકારની ઘટનાઓ બને છે, તે જરૂરી છે કે ત્યાં કોઈ રાજકીય સંઘર્ષ કે તણાવ ન હોય. વિકાસના ધ્યેયને ધ્યાનમાં રાખીને કેટલાંક મહત્ત્વનાં પગલાં લેવાં જોઈએ, એમ વિચારીને આવા નિર્ણયો લેવામાં આવે છે. આજે મહાવિકાસ આઘાડીની મહત્વની બેઠક છે. તે બેઠકમાં તેની ચર્ચા થઈ શકે છે.

Published On - 12:43 pm, Thu, 9 March 23