Yasmeen Registers Complaint Against Nawab Malik: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ (Yasmeen Wankhehde) મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિક (Nawab Malik) પર માનહાનિ સહિત ગંભીર આરોપ લગાવ્યા છે. આ સાથે યાસ્મીને મલિક વિરુધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી છે.
અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં (Magistrate Court) દાખલ કરવામાં આવેલી આ ફોજદારી ફરિયાદમાં મલિક સામે IPC કલમ 354D (પીછો કરવો), 499 (બદનક્ષી) અને 509 હેઠળ પગલાં લેવાની માગ કરવામાં આવી છે.
નવાબ મલિકના મનસ્વી વર્તનથી વિવાદ વણસ્યો
ફરિયાદમાં યાસ્મીન વાનખેડેએ દાવો કર્યો છે કે, મલિકે તેની સામે બદનક્ષીભર્યા અને પાયાવિહોણા આક્ષેપો કર્યા છે, જેઓ સારી રીતે જાણે છે કે તેના આરોપ “સંપૂર્ણપણે ખોટા” છે. ઉપરાંત ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે સમીર વાનખેડે (Sameer Wankhede) સામે બદલો લેવા માટે મલિકે વાનખેડે અને તેના પરિવાર પર પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. જેથી યાસ્મીન વાનખેડે મેજિસ્ટ્રેસ સમક્ષ ફરિયાદ દાખલ કરીને મલિક સામે કાર્યવાહી કરવા જણાવ્યુ છે.
જાણો શું છે સમગ્ર મામલો ?
NCB દ્વારા જ્યારથી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી ત્યારથી મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે વાનખેડે પર આરોપ લગાવવાનુ શરૂ કર્યુ હતુ. ઉપરાંત મલિકે વાનખેડે અને તેના પરિવારના સભ્યો પર ધર્મ-જાતિને લઈને ઘણા આક્ષેપો કર્યા હતા. જે બાદ વાનખેડેના પિતાએ આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
જેમાં કોર્ટ વાનખેડે અને તેના પરિવારજનો પર નિવેદન કરવા મલિકને આદેશ કર્યા હતા. તે બાદ પણ મલિક અટક્યા નહોતા, જેથી બોમ્બે હાઈકોર્ટ સમક્ષ મલિકે બિનશરતી માફી પણ માગી હતી. ત્યારે ફરી હાલ યાસ્મીને મલિક વિરુધ્ધ ફરિયાદ નોંધાવીને ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
આ પણ વાંચો : Maharashtra પહોંચ્યા અમિત શાહ, કહ્યું- ‘હું સહકારમાં કંઈ તોડવા નથી આવ્યો, પણ જોડવા આવ્યો છું’
આ પણ વાંચો : Mumbai 26/11 Attack: શા માટે આતંકવાદીઓએ ચાબાડ હાઉસ પર કર્યો હુમલો? થયો મોટો ખુલાસો