Maharashtra : સમીર વાનખેડે કેસમાં નવો વળાંક, SC કમિશને મુંબઈ પોલીસ કમિશનરને પાઠવ્યુ સમન્સ

|

Jan 07, 2022 | 12:34 PM

નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC) એ મુંબઈના પોલીસ કમિશનરને સમન્સ પાઠવ્યુ છે. કમિશનરને 31મી જાન્યુઆરીએ કમિશનના ચેરમેન વિજય સાંપલાની સામે હાજર થવા માટે કહેવામા આવ્યુ છે.

Maharashtra : સમીર વાનખેડે કેસમાં નવો વળાંક,  SC કમિશને મુંબઈ પોલીસ કમિશનરને પાઠવ્યુ સમન્સ
Sameer Wankhede Case

Follow us on

Sameer Wankhede Case :અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગ (NCSC) એ કમિશનના અધ્યક્ષ વિજય સાંપલાની આગેવાની હેઠળ 31 જાન્યુઆરીએ ‘NCB (Narcotics Control Bureau) ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે  કેસ’ના(Sameer Wankhede)  સંબંધમા મુંબઈ પોલીસ કમિશનરને નિર્દેશ આપ્યો છે. આ સાથે સમન્સમાં તેમને વ્યક્તિગત રીતે હાજર થવા માટે કહેવામા આવ્યુ છે.

પોલીસ કમિશ્નરને લેખિત સમન્સ પાઠવવામાં આવ્યુ

પોલીસ કમિશ્નરને (Mumbai Police Commissioner) લેખિત સમન્સ પાઠવીને NCSC ના નિયામકએ જણાવ્યું હતુ કે, “ચેરમેન વિજય સાંપલાએ 31મી જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે લોકનાયક ભવન, નવી દિલ્હી ખાતેની તેમની ચેમ્બરમાં મુંબઈ પોલીસ કમિશ્નર સાથે મીટિંગનું આયોજન કર્યું છે. તેથી સુનાવણીની સુવિધા માટે, અપડેટેડ એક્શન રિપોર્ટ અને સંબંધિત ફાઇલો, કેસ ડાયરી સહિતના તમામ સંબંધિત દસ્તાવેજો સાથે તેઓને રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવ્યુ છે.

નવાબ મલિકના આરોપ બાદ મામલો ગરમાયો

NCSC એ રાજ્ય સરકારને ભલામણ કરી છે કે જ્યાં સુધી પંચ પાસે તપાસ બાકી ન હોય ત્યાં સુધી આ મામલે કોઈ અંતિમ નિર્ણય ન લેવામાં આવે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આર્યન ખાન કેસના (Aryan Khan Case) સંબંધમાં ચર્ચામાં છે, થોડો દિવસો અગાઉ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે તેમનું જાતિ પ્રમાણપત્ર નકલી હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હાલ NCSC સમીર વાનખેડે પર લગાવેલા આરોપની હાલ તપાસ કરી રહી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વાનખેડેએ આ મામલે કમિશનને પત્ર લખ્યો હતો, જેમાં મંત્રી નવાબ મલિક દ્વારા કરવામાં આવેલા “ખુલાસા” બાદ તેના પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે વાનખેડે મુસ્લિમ હતા અને તેમણે અનુસૂચિત જાતિમાંથી હોવાનો દાવો કરીને IRSમાં નોકરી મેળવી હતી. ઉપરાંત મલિકે આરોપ લગાવ્યો હતો કે વાનખેડેના પિતાનું નામ દાઉદ હતું જ્ઞાનદેવનહીં. જોકે, વાનખેડેએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો : Mumbai Corona Alert: છેલ્લા 4 દિવસમાં 338 ડોક્ટર કોરોનાથી સંક્રમિત, ગૃહપ્રધાનના સ્ટાફના 4 કર્મચારી પણ પોઝિટીવ

Next Article