પૂર્વ સાંસદ પ્રકાશ આંબેડકરે સમીર વાનખેડેનું કર્યુ સમર્થન, સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાને ટાંકીને મલિક પર કર્યા પ્રહાર

|

Nov 20, 2021 | 3:56 PM

પ્રકાશ આંબેડકરે 2005માં સુપ્રીમ કોર્ટના એક કેસને ટાંકીને કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિના માતા કે પિતાએ ધર્મ બદલીને અન્ય ધર્મ અપનાવ્યો હોય તો પુખ્તવય બાદ તે તેમના બાળક પર નિર્ભર છે કે તે ક્યો ધર્મ અપનાવે છે.

પૂર્વ સાંસદ પ્રકાશ આંબેડકરે સમીર વાનખેડેનું કર્યુ સમર્થન, સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાને ટાંકીને મલિક પર કર્યા પ્રહાર
Prakash Ambedkar

Follow us on

Sameer Wankhede Case: પ્રકાશ આંબેડકરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનું (Sameer Wankhede) સમર્થન કર્યુ છે. તેમણે 2005માં સુપ્રીમ કોર્ટના એક કેસને ટાંકીને કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિના માતા કે પિતાએ અન્ય ધર્મ અપનાવ્યો હોય તો તે તેમના બાળક પર નિર્ભર છે કે તે પુખ્ત થયા પછી તેમણે ક્યો ધર્મ અપનાવવો. આ નિર્ણયને સ્વીકારીને આપણે ધર્મનું પાલન કરવુ જોઈએ.

 

બહુજન અઘાડીના નેતા અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે (Prakash Ambedkar) વધુમાં કહ્યું કે “સમીર વાનખેડેની જાતિ અને ધર્મનો પ્રશ્ન ઉઠાવનારાઓએ કદાચ આ હકીકતની અવગણના કરી છે.” જો સમીર વાનખેડેએ તેના માતા-પિતાના કહેવાથી નિકાહ કરાવ્યા હતા તો તેની રુચિ એ હકીકતથી સાબિત થાય છે કે તેણે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પણ લગ્ન કર્યા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

 

વાનખેડેએ મુસ્લિમ ધર્મ અપનાવવાની કોઈ પહેલ કરી નથી

પ્રકાશ આંબેડકરે કહ્યું કે સ્પેશિયલ મેરેજ એક્ટ (Special Marriage) હેઠળ લગ્ન એ વાતનો પુરાવો છે કે તેણે પોતાનો જૂનો ધર્મ છોડવાની કે મુસ્લિમ ધર્મ અપનાવવાની કોઈ પહેલ કરી નથી. તેથી, દલિત હોવાનો દાવો કરીને તેણે અનામતનો લાભ લીધો અને NCB અધિકારી બન્યા, તેમાં તેમણે કંઈ ખોટું કર્યું નથી.

 

તમને જણાવી દઈએ કે નવાબ મલિકે (Nawab malik) આરોપ લગાવ્યો હતો કે સમીર વાનખેડેએ પોતાની જાતિ અને ધર્મ છુપાવીને એટલે કે નકલી દસ્તાવેજોના આધારે આરક્ષણનો લાભ લીધો હતો અને અન્ય દલિત વ્યક્તિના અધિકારો છીનવીને IRS પરીક્ષા પાસ કરી હતી. ઉપરાંત તેણે દાવો કર્યો હતો કે સમીર વાનખેડે મુસ્લિમ છે.

 

નવાબ મલિકે વાનખેડે પર લગાવ્યો ગંભીર આરોપ

નવાબ મલિકે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સમીર વાનખેડે અને તેના પિતા પર વધુ એક આરોપ લગાવ્યો છે. નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે સમીર વાનખેડે પુખ્ત ન હોવા છતાં દારૂ વેચવાનું લાયસન્સ મેળવ્યું હતું. વધુમાં તેણે કહ્યું કે જ્યારે સમીર વાનખેડે 17 વર્ષ 10 મહિના અને 19 દિવસનો હતો, ત્યારે તેણે દારૂ વેચવાનું લાયસન્સ મેળવ્યું હતું. આવું એટલા માટે થયું કારણ કે સમીર વાનખેડેના પિતા એક્સાઈઝ વિભાગમાં કામ કરતા હતા.

 

 

આ પણ વાંચો: Farm Laws Withdrawn : ‘ભક્તો હજી કહેશે, વાહ ! શું માસ્ટરસ્ટ્રોક છે’, શિવસેનાએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

 

આ પણ વાંચો: MSRTCના કર્મચારીઓની હડતાલને લઈને ઉદ્ધવ સરકારનું આકરુ વલણ, વધુ 238 કર્મચારીઓને કરાયા સસપેન્ડ

Next Article