Sameer Wankhede Case: માનહાનિના કેસમાં કોર્ટે સમીર વાનખેડેના પિતાને કહ્યું- તમારો પુત્ર સરકારી અધિકારી છે, જનતા તેની સમીક્ષા કરી શકે છે

|

Nov 11, 2021 | 7:28 AM

નવાબ મલિકે સમીર વાનખેડે પર મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં ભ્રષ્ટાચાર અને ખોટા જાતિ પ્રમાણપત્ર સાથે નોકરી મેળવવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.

Sameer Wankhede Case: માનહાનિના કેસમાં કોર્ટે સમીર વાનખેડેના પિતાને કહ્યું- તમારો પુત્ર સરકારી અધિકારી છે, જનતા તેની સમીક્ષા કરી શકે છે
Sameer Wankhede

Follow us on

NCB અધિકારી સમીર વાનખેડેના (Sameer Wankhede) પિતા ધ્યાનદેવ વાનખેડેએ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક (Nawab Malik) વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. જો કે બુધવારે આ અંગેની સુનાવણી દરમિયાન કોર્ટે સમીર અને તેના પિતાને સલાહ આપી છે. આ કેસની સુનાવણી કરતા, બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું કે સમીર વાનખેડે સરકારી અધિકારી છે અને કોઈપણ તેમના કામની સમીક્ષા કરી શકે છે. જો કે નવાબ મલિકના વકીલ 12 નવેમ્બરે આગામી સુનાવણી માટે આ મામલે એફિડેવિટ દાખલ કરશે.

નવાબ મલિકે સમીર વાનખેડે પર મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં ભ્રષ્ટાચાર અને ખોટા જાતિ પ્રમાણપત્ર સાથે નોકરી મેળવવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. સમીરના પિતા ધ્યાનદેવ વાનખેડેએ મલિક પાસેથી રૂ. 1.25 કરોડની માનહાનિની ​​વળતરની રકમ વસૂલવા અને ભવિષ્યમાં વાનખેડે પરિવાર વિરુદ્ધ કોઈ નકલી કે ખોટી ટીપ્પણી કરતા રોકવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

કોર્ટે કહ્યું- લોકો સરકારી અધિકારીઓના કામની સમીક્ષા કરવા માટે સ્વતંત્ર છે
માનહાનિના કેસની સુનાવણી દરમિયાન ધ્યાનદેવ વાનખેડેના વકીલ અરશદ શેખે પ્રશ્ન કર્યો હતો કે સમીરે એવી વ્યક્તિને શા માટે ખુલાસો આપવો જોઈએ જે ફક્ત ધારાસભ્ય છે, કોર્ટ નહીં? તેના પર જસ્ટિસ માધવ જામદારે કહ્યું, તમે સરકારી અધિકારી છો. તમારે ફક્ત એટલું જ સાબિત કરવું પડશે કે (મલિક દ્વારા) ટ્વીટ્સ પ્રથમ દૃષ્ટિએ ખોટી છે. તમારો પુત્ર માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ તે એક સરકારી અધિકારી છે અને જનતાનો કોઈપણ સભ્ય તેની સમીક્ષા કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

બીજી તરફ, કોર્ટે મલિકના વકીલ અતુલ દામલેને પૂછ્યું, શું સબમિટ કરતા પહેલા દસ્તાવેજોની ચકાસણી કરવાની જવાબદારી તમારી નથી? શું તમે એક જવાબદાર નાગરિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષના પ્રવક્તા હોવાના કારણે દસ્તાવેજોની ચકાસણી કરી? વાનખેડેના વકીલે મલિકના આરોપો ખોટા હોવાનું સાબિત કરવા માટે વધારાની એફિડેવિટ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યો હતો.

આગામી સુનાવણી 12મી નવેમ્બરે થશે
કોર્ટે તેમને શુક્રવાર સુધીનો સમય આપ્યો અને NCP નેતાના વકીલને આ સંબંધમાં એફિડેવિટ દાખલ કરવા કહ્યું કે તેમણે ટ્વિટર પર પોસ્ટ કરતા પહેલા દસ્તાવેજો (સમીર વાનખેડેની અંગત વિગતો ધરાવતા) ​​ચકાસ્યા હતા. કોર્ટે આ મામલાની આગામી સુનાવણી માટે 12 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.

 

આ પણ વાંચો : આસામના CM હેમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું દેશ અત્યારે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તેના માટે એક જ પરિવાર જવાબદાર

આ પણ વાંચો : સાંસદોના ગુનાહિત કેસોના જલ્દી નિકાલ માટે કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુપ્રીમમાં આવતા અઠવાડીએ સુનાવણી

Next Article