Sameer Wankhede Case : સમીર વાનખેડેના પિતાને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. જ્યારે કોર્ટના આદેશથી નવાબ મલિકને (Nawab Malik) મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે નવાબ મલિકને વાનખેડે (Sameer Wankhede) અને તેના પરિવાર વિરુદ્ધ કંઈપણ પ્રકાશિત ન કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે (Bombay High Court) પોતાના આદેશમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, વાનખેડે પરિવાર વિરુદ્ધ સીધા કે કોઈ ઈશારામાં પણ નિવેદન આપવામાં આવશે નહીં.
મલિકે વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા
તમને જણાવી દઈએ કે, નવાબ મલિકે ગુરુવારે સમીરની માતા ઝાહિદાનું ડેથ સર્ટિફિકેટ શેર કર્યું હતુ. નવાબનો દાવો છે કે વાનખેડેની માતા મુસ્લિમ હતી અને તેને ઓશિવારા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી. ઉપરાંત નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે વાનખેડે પરિવારે ઝાહિદાના બે ડેથ સર્ટિફિકેટ બનાવ્યા છે, જેમાં એકમાં તે મુસ્લિમ છે જ્યારે બીજામાં તેને હિંદુ બતાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સમીર વાનખેડેના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને અપીલ કરી હતી કે નવાબ મલિક તેમના પરિવાર વિરુદ્ધ બિનજરૂરી નિવેદનો ન કરે. ત્યારે કોર્ટના આદેશ બાદ હવે તે સમીર વાનખેડે અને તેના પરિવાર વિરૂદ્ધ કોઈપણ પ્રકારનું નિવેદન કરી શકશે નહીં. સુનાવણી દરમિયાન નવાબ મલિક અને વાનખેડેના વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
કોર્ટ મલિકની ઝાટકણી કાઢી
નવાબ મલિકના વકીલે કોર્ટને જણાવ્યુ છે કે, હવે નવાબ મલિક વાનખેડે અને તેના પરિવાર વિરુદ્ધ કોઈ પોસ્ટ શેર કરશે નહીં. કોર્ટે મલિકની ફટકાર લગાવતા કહ્યુ કે, આ પ્રકારની હરકતો મંત્રીને શોભતી નથી. સુનાવણી દરમિયાન જસ્ટિસ જાધવે કહ્યું કે, નવાબ મલિક એક VIP છે, તેથી તેમને તમામ દસ્તાવેજો આસાનીથી મળી જાય છે, પરંતુ તેનો દુરઉપયોગ ન કરો.
શું નવાબ મલિક માત્ર મીડિયા ટ્રાયલ ઈચ્છે છે ?
જસ્ટિસ કાથાવાલાએ કહ્યુ કે, શું નવાબ મલિક માત્ર મીડિયા ટ્રાયલ ઈચ્છે છે. આવું એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે નવાબ મલિક સોશિયલ મીડિયા દ્વારા વાનખેડે પરિવાર પર સતત આરોપ લગાવી રહ્યા હતા. તેના પર કોર્ટે સવાલ પૂછ્યો કે શું મલિકે ક્યારેય કાસ્ટ સ્ક્રુટિની કમિટીને ફરિયાદ કરી છે ? મલિકે એક વાર પણ આવું કર્યું નથી. વધુમાં તેમણે કહ્યું કે નવાબ મલિક વાનખેડે વિરુદ્ધ મીડિયા ટ્રાયલ(Media Trial) ઈચ્છે છે. કોર્ટના આ આદેશ બાદ નવાબ મલિક તરફથી કોઈ પ્રતિક્રિયા હાલ સામે આવી નથી.
આ પણ વાંચો: Mumbai 26/11: પરમબીર સિંહે આતંકવાદી કસાબનો છુપાવ્યો હતો ફોન ! નિવૃત્ત ACPનો મોટો ખુલાસો