Mumbai: સહારા પ્રમુખ સુબ્રત રૉયની બ્રેઈન સર્જરીનું ઓપરેશન સફળ, હોસ્પિટલમાંથી મળી રજા

|

Jan 11, 2022 | 6:58 PM

સુબ્રત રોયને 10 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે તેની સર્જરી સ્ટેન્ટ ફિક્સિંગ અને એન્ડો-ઓક્યુલર ડિવાઈસ દ્વારા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે એપ્રિલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સુબ્રત રોય કોવિડ સંક્રમિત થયા હતા.

Mumbai: સહારા પ્રમુખ સુબ્રત રૉયની બ્રેઈન સર્જરીનું ઓપરેશન સફળ, હોસ્પિટલમાંથી મળી રજા
Sahara chief Subrata Roy (File Image)

Follow us on

સહારા ગ્રુપના પ્રમુખ સુબ્રત રોયે (Subrata Roy Sahara) 6 જાન્યુઆરી 2022ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં (Kokilaben Hospital, Mumbai) ન્યુરોલોજીકલ સર્જરી કરાવી હતી. સોમવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 73 વર્ષીય સુબ્રત રોયને તાજેતરમાં જ તેમની બીમારી વિશે ખબર પડી હતી. આ પછી ડોક્ટરોએ તેમને બ્રેઈન કોઈલીંગ માટે કહ્યું હતું. સહારા તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના સર્જન ડૉ. મનીષ શ્રીવાસ્તવે 6 જાન્યુઆરીએ સુબ્રત રોયની  મગજની સર્જરી કરી હતી.

આ દરમિયાન તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સફળ રહ્યું છે અને સુબ્રત રોય સ્વસ્થ છે. સુબ્રત રોયની તબિયત અંગે નિવેદન આપતાં સહારાએ કહ્યું કે તેમને 10 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે આ સર્જરી સ્ટેન્ટ ફિક્સિંગ અને એન્ડો-ઓક્યુલર ડિવાઈસ દ્વારા કરવામાં આવી હતી.

મધ્યપ્રદેશની અદાલત દ્વારા ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું 

ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી

મધ્યપ્રદેશની એક કોર્ટે સહારાના પ્રમુખ સુબ્રત રોય સહારા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું. કોર્ટે સુબ્રત સહિત અન્ય પાંચ વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું હતું. ગુના જિલ્લાના રોકાણકારોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ સહારા ઈન્ડિયામાં અલગ-અલગ સ્કીમમાં પૈસા રોક્યા હતા, પરંતુ સમયગાળો પૂરો થવા છતાં કંપની પૈસા આપી રહી નથી. ફરિયાદના આધારે ગુના કોતવાલી પોલીસે સુબ્રત રાય સહારા સહિત 6 લોકો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.

જવાબ આપવા માટે પોલીસ સમક્ષ હાજર થયા ન હતા

કોર્ટમાં સુનાવણી દરમિયાન, ગુના પોલીસ વતી દલીલ કરવામાં આવી હતી કે આરોપી સુબ્રત રોય, સ્વપ્ન રોય, જેબી રોય, ઓપી શ્રીવાસ્તવ, શંકરચરણ શ્રીવાસ્તવ અને શિવાજી સિંહ જવાબ આપવા માટે પોલીસ સમક્ષ હાજર નથી થઈ રહ્યા. પોલીસની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આ તમામ 6 લોકો સામે પોલીસને સહકાર ન આપવા અને કેસમાં ફરાર થવા બદલ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.

આ પણ વાંચો :  Maharashtra Corona: મહારાષ્ટ્રની ચિંતા વધી, જે ધારાસભ્યના ધરે મંત્રી, સાંસદ અને અડધો ડઝન ધારાસભ્યોએ લીધું ભોજન, તેમને જ થયો કોરોના

Next Article