રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મલ્ટી ફેસેટેડ ડેસ્ટિનેશન જીઓ વર્લ્ડ સેન્ટરના પ્રારંભની કરી જાહેરાત, જાણો શુ છે આ સેન્ટરની વિશેષતા

|

Mar 04, 2022 | 10:35 PM

ભારતમાં આ પ્રકારના પ્રથમ ડેસ્ટિનેશન, જીઓ વર્લ્ડ સેન્ટરમાં સાંસ્કૃતિક કેન્દ્ર, મ્યુઝિકલ ફાઉન્ટેન, અપસ્કેલ રિટેલ અનુભવ, કાફે અને ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, સર્વિસ એપાર્ટમેન્ટ્સ અને ઓફિસો તથા ખાસ કન્વેન્શન ફેસિલિટીનો સમાવેશ થાય છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મલ્ટી ફેસેટેડ ડેસ્ટિનેશન જીઓ વર્લ્ડ સેન્ટરના પ્રારંભની કરી જાહેરાત, જાણો શુ છે આ સેન્ટરની વિશેષતા
Nita Ambani

Follow us on

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries) આજે દેશના સૌથી મોટા અને સૌથી પ્રતિષ્ઠિત મલ્ટી ફેસેટેડ ડેસ્ટિનેશન, જીઓ વર્લ્ડ સેન્ટરના પ્રારંભની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-અધ્યક્ષા નીતા અંબાણીની પરિકલ્પના મુજબ તૈયાર કરાયેલું આ સેન્ટર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 18.5 એકરમાં ફેલાયેલું છે અને તે ભારત તથા તેના નાગરિકોને વિશ્વકક્ષાનું સીમાચિહ્ન પ્રદાન કરીને એક પ્રતિષ્ઠિત વ્યાવસાયિક, વાણિજ્યિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનવા માટે તૈયાર છે.

ધીરુભાઈ અંબાણી સ્ક્વેર અને મ્યુઝિકલ ફાઉન્ટેન ઑફ જોયના પ્રારંભથી શરૂ કરીને મુંબઈ શહેર અને ભારતના સૌથી મોટા અને શ્રેષ્ઠ જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરને સમર્પિત કરીને, જીઓ વર્લ્ડ સેન્ટરનું વર્તમાન અને આગામી વર્ષ દરમિયાન તબક્કાવાર ઓપનિંગ કરાશે. ભારતમાં આ પ્રકારના પ્રથમ ડેસ્ટિનેશન, જીઓ વર્લ્ડ સેન્ટરમાં સાંસ્કૃતિક કેન્દ્ર, મ્યુઝિકલ ફાઉન્ટેન, અપસ્કેલ રિટેલ અનુભવ, કાફે અને ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, સર્વિસ એપાર્ટમેન્ટ્સ અને ઓફિસો તથા ખાસ કન્વેન્શન ફેસિલિટીનો સમાવેશ થાય છે.

આ સેન્ટર માટેનું પોતાનું વિઝન જણાવતાં નીતા અંબાણીએ કહ્યું કે, “Jio વર્લ્ડ સેન્ટર આપણા ગૌરવશાળી રાષ્ટ્રને સમર્પિત છે અને તે નવા ભારતની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. સૌથી મોટા સંમેલનો, સાંસ્કૃતિક અનુભવોથી લઈને પાથબ્રેકિંગ રિટેલ અને ડાઇનિંગ સુવિધાઓ સુધી, Jio વર્લ્ડ સેન્ટરની કલ્પના મુંબઈના નવા સીમાચિહ્ન તરીકે કરવામાં આવી છે, જ્યાં ભારતની વિકાસ યાત્રાના નવા પ્રકરણને આલેખવા માટે આપણે બધા એકત્ર થયા છીએ.”

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ધીરુભાઈ અંબાણી સ્કવેર

મુંબઈ શહેરમાં એક નવા સીમાચિહ્ન તરીકે સુયોજિત, ધીરુભાઈ અંબાણી સ્ક્વેર એ રિલાયન્સના આદ્યસ્થાપક ધીરુભાઈ અંબાણી અને મુંબઈ શહેરને અર્પણ છે. ફ્રી એન્ટ્રી, ખુલ્લી જાહેર જગ્યા સાથે તે સ્થાનિક નાગરિકો અને વિશ્વભરના પ્રવાસીઓ માટે અવશ્યપણે જોવાલાયક એક સ્થળ બનવાનું વચન આપે છે.

ધીરુભાઈ અંબાણી સ્ક્વેર ફાઉન્ટેન ઑફ જોયની આસપાસ કેન્દ્રિત છે, જ્યાં પાણી, પ્રકાશ અને સંગીતના અદભૂત ફાઉન્ટેન શોની શ્રેણી માણી શકાશે. આ ફાઉન્ટેન ભારત અને તેના અનેક રંગોનું પ્રતીક છે, જેમાં આઠ ફાયર શૂટર્સ, 392 વોટર જેટ અને 600થી વધુ એલઈડી લાઈટ્સ છે, જે સંગીતની ધૂન પર નૃત્ય કરતી પાંખડીઓ સાથે વિકસતા કમળના ફૂલની પેટર્નનું અવિસ્મરણીય પ્રદર્શન બનાવે છે.

આ મ્યુઝિકલ ફાઉન્ટેન સમર્પિત કરતાં નીતા અંબાણીએ કહ્યું કે, “અત્યંત આનંદ અને ગર્વ સાથે, અમે ધીરુભાઈ અંબાણી સ્ક્વેર અને વર્લ્ડ ક્લાસ ફાઉન્ટેન ઑફ જોય મુંબઈના લોકો અને શહેરને સમર્પિત કરીએ છીએ. શહેરના જુસ્સાભર્યા સ્વભાવની ઉજવણી સાથે, આ એક આઇકોનિક પબ્લિક સ્પેસ બની રહેશે જ્યાં લોકો એકબીજા સાથે આનંદનું આદાન-પ્રદાન કરશે અને આમચી મુંબઈના રંગો તથા અવાજોમાં ભીંજાશે.

ઉદ્દઘાટનની રાત્રે શિક્ષકોને ખાસ બિરદાવતાં મને આનંદ થાય છે. હું પોતે શિક્ષક હોવાને કારણે, આ પડકારજનક સમયમાં અથાગ મહેનત કરવા અને જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત રાખવા બદલ હું અમારા શિક્ષકોનો આભાર માનું છું. અમારો ટ્રિબ્યૂટ શો આ વાસ્તવિક નાયકોને બિરદાવે છે.”

સમગ્ર મુંબઈની BMC શાળાઓ અને અન્ય શાળાઓના 250થી વધુ શિક્ષકોને જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત રાખવા અને ભારતની આગેકૂચને સુનિશ્ચિત કરવા માટે છેલ્લા બે વર્ષમાં શિક્ષણની નવી પદ્ધતિઓ સાથે અનુકૂલન સાધવાના તેમના પ્રયત્નોના આદરના પ્રતીક રૂપે ઉદ્દઘાટન સમારંભમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર

જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, ભારતમાં શ્રેષ્ઠ, સૌથી મોટા સંમેલન અને પ્રદર્શન યોજવાની સુવિધાઓ પ્રદાન કરે છે અને તેનો ઉદ્દેશ્ય ભારતને ઝડપથી વિકસતા વૈશ્વિક સંમેલન અને પ્રદર્શનોની ઇકો સિસ્ટમમાં નિશ્ચિતપણે મૂકવાનો છે અને તે ભારત તથા મુંબઈ શહેરનું કાયમી યોગદાન બની રહેશે.

જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર કન્ઝ્યુમર શો, કોન્ફરન્સિસ, એક્ઝિબિશન્સ, મેગા કોન્સર્ટ, ગાલા બેન્ક્વેટ અને લગ્નો સહિતના પ્રતિષ્ઠિત વ્યવસાય અને સામાજિક કાર્યક્રમો માટે ભારતનું અગ્રણી સ્થળ બનવા માટે તૈયાર છે. આ બહુ-પરિમાણીય સ્થળ ભારતમાં ટેક્નોલોજી દ્વારા સમર્થિત પરિવર્તનશીલ જગ્યાઓ સાથે વૈશ્વિક બેન્ચમાર્ક સેટ કરે છે.

જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરની વિશેષતાઓ:

  • 161460 ચોરસ ફૂટમાં ફેલાયેલા 3 પ્રદર્શન હોલ, 16,500 થી વધુ મહેમાનો સમાવી શકે છે, કુલ 107640 ચોરસ ફૂટના 2 કન્વેન્શન હોલ જેમાં 10,640થી વધુ મહેમાનોને સમાવી શકાય છે.
  • 3200થી વધુ મહેમાનોને સમાવી શકે તેવો ભવ્ય 32290 ચોરસ ફૂટનો બોલરૂમ.
  • 29062 ચોરસ ફૂટના કુલ વિસ્તાર સાથેના 25 મીટિંગ રૂમ.
  • તમામ લેવલમાં પ્રિ-ફંક્શન કોન્કોર્સનો કુલ વિસ્તાર 139930 ચોરસ ફૂટ.
  • 5G નેટવર્ક દ્વારા સક્ષમ હાઇબ્રિડ અને ડિજિટલ અનુભવો.
  • એક દિવસમાં 18,000થી વધુ લોકો માટે ભોજન તૈયાર કરવાની ક્ષમતા સાથેના સૌથી મોટા રસોડું.
  • કન્વેન્શન સેન્ટરમાં ભારતનું સૌથી મોટું ઓન-સાઇટ પાર્કિંગ જે 5000 કાર સમાવી શકે.

ધીરુભાઈ અંબાણી સ્ક્વેર અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરના ઉદ્દઘાટન એ આ સ્મારકસમા પ્રોજેક્ટ અને તેમાં મળનારા અસાધારણ અનુભવોની આગોતરી ઝલક આપશે, જેના પરથી જિયો વર્લ્ડ સેન્ટર પાસેથી મુલાકાતીઓની અપેક્ષા પ્રતિબિંબિત થશે. ઇનોવેશન અને આઇડિયાઝના ભારતના આગામી ટ્રાન્સફોર્મેશન હબ તરીકે કલ્પના કરાયેલું આ સેન્ટર એક એવી જગ્યા બનશે જે સમુદાયોને પ્રોત્સાહન આપે છે, નવીનતાઓને પ્રેરણા આપે અને લોકોને એકસાથે લાવે.

આ સેન્ટર ઓબેરોય 360 અને ગ્લોબલ કલીનરી સેન્સેશન, ઇન્ડિયા એક્સેન્ટ, વર્લ્ડ ક્લાસ શોપિંગ અનુભવ અને લક્ઝરી બ્રાન્ડ્સ સાથે રિટેલ અનુભવ પ્રદાન કરશે. જોકે, સાંસ્કૃતિક રીતે સંકલિત અનુભવોનું આ સેન્ટરનું મુખ્ય આકર્ષણ-કલ્ચરલ સેન્ટર હશે. કલાત્મક સમુદાય માટે એક પ્રકારની અનોખી જગ્યા, જેને 2023માં લોન્ચ કરાશે.

આ પણ વાંચો :  Maharashtra: રાજ્યપાલના નિવેદનનો વિવાદ, આ ધારાસભ્યએ વિરોધ દર્શાવવા કર્યુ શીર્ષાસન, જુઓ વીડિયો

Next Article