Breaking news : રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ

|

Oct 07, 2024 | 12:52 PM

રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Breaking news : રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
Tata Groupની IT કંપની TCS એ નાણાકીય વર્ષ 2023માં ભારત સરકારને રૂ.14,604 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. TCS હાલમાં બીજી સૌથી મોટી લિસ્ટેડ કંપની છે. હાલમાં ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા છે.

Follow us on

રતન ટાટા હોસ્પિટલમાં દાખલ: પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન નવલ ટાટા (86) બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ છે. સોમવારે વહેલી સવારે તેને હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

તમને જણાવી દઈએ કે રતન ટાટાને સવારે 12.30 થી 1.00 વાગ્યાની વચ્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું અને તેમને તાત્કાલિક આઈસીયુમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને કાર્ડિયોલોજિસ્ટની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી.

ઉલ્લેખનીય છે કે તેમણે તેમણે નિવેદન આપી જણાવ્યું છે કે તેમની તબિયત હવે સારી છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

જાણો કોણ છે રતન ટાટા

રતન ટાટાનું પૂરું નામ રતન નવલ ટાટા છે. રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ બોમ્બે (હાલ મુંબઈ)માં થયો હતો. તેઓ ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાના પ્રપૌત્ર છે. રતન ટાટા 1990 થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન અને ઓક્ટોબર 2016 થી ફેબ્રુઆરી 2017 સુધી વચગાળાના ચેરમેન હતા. રતન ટાટા જૂથના ચેરિટેબલ ટ્રસ્ટના વડા છે.

28 ડિસેમ્બર 1937ના રોજ, તત્કાલીન બોમ્બે જે હવે મુંબઈ તરીકે ઓળખાય છે. રતન ટાટાનો જન્મ ત્યાં થયો હતો. તેઓ ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાના પ્રપૌત્ર છે. તેઓ 1990 થી 2012 સુધી જૂથના અધ્યક્ષ અને ઓક્ટોબર 2016 થી ફેબ્રુઆરી 2017 સુધી વચગાળાના અધ્યક્ષ હતા. રતન ટાટા જૂથના ચેરિટેબલ ટ્રસ્ટના વડા છે.

ટાટાની કહાની 1962માં શરૂ થઈ જ્યારે તેઓ ટાટા ગ્રુપમાં જોડાયા. તેઓ 1990માં ગ્રૂપના ચેરમેન બન્યા પહેલા વિવિધ હોદ્દા પર હતા અને ધીરે ધીરે બિઝનેસની સીડી ચઢી ગયા. તેમના કાર્યકાળ દરમિયાન, ટાટા જૂથે સ્થાનિક અને વિદેશમાં નોંધપાત્ર વૃદ્ધિ અને વિસ્તરણનો અનુભવ કર્યો. ટાટાની દૂરંદેશી અને વ્યૂહાત્મક વિચારસરણીએ કંપનીને ટેલિકોમ, રિટેલ અને ઓટો જેવા નવા ઉદ્યોગોમાં વિસ્તરણ કરવાની મંજૂરી આપી.

Published On - 12:39 pm, Mon, 7 October 24

Next Article