Raksha Bandhan 2021 : રક્ષાબંધન નિમિતે બજારોમાં રોનક, બંગાળમાં PM મોદી-CM મમતા તો મહારાષ્ટ્રમાં Goldની રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર

|

Aug 22, 2021 | 9:24 AM

આજે દેશભરમાં ભાઈ-બહેનોના તહેવાર રક્ષાબંધનની (Rakshabandhan)ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ત્યારે લાંબા સમય બાદ બજારોમાં રોનક જોવા મળી છે. જો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કોવિડ નિયમોનું પાલન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

Raksha Bandhan 2021 : રક્ષાબંધન નિમિતે બજારોમાં રોનક, બંગાળમાં PM મોદી-CM મમતા તો મહારાષ્ટ્રમાં Goldની રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર
Raksha Bandhan 2021

Follow us on

Raksha Bandhan 2021 :  રક્ષાબંધનના પર્વે લોકો બજારોમાં ઘણી ખરીદી કરે છે. ત્યારે બજારોમાં આભુષણો અને પથ્થરની રાખડીઓની પણ ભારે માંગ જોવા મળી રહે છે. મહારાષ્ટ્રની (Maharashtra)વાત કરીએ તો અહીંના બજારોમાં પણ ઘણી ભીડ જોવા મળી હતી. નાગપુરમાં જ્વેલરીની દુકાનોમાં સોના, ચાંદીની રાખડીની ભારે માંગ જોવા મળી હતી. જ્વેલર્સ સંચાલકે જણાવ્યુ હતુ કે, સોના, ચાંદીથી બનેલી રાખડીઓને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

 

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

કોલકાતામાં PM મોદી અને CM મમતાની રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર

રક્ષાબંધનનો તહેવાર પશ્ચિમ બંગાળમાં ( West Bengal)પણ ઉજવવામાં આવે છે. ત્યારે અહીંના બજારોમાં પણ રક્ષાબંધનના તહેવારને લઈને બજારોમાં લાંબા સમય બાદ રોનક જોવા મળી હતી. ઉપરાંત બજારોમાં PM મોદી અને CM મમતાા ચહેરાવાળી રાખડીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.જેને કારણે આ રાખડીઓની ખુબ માંગ જોવા મળી રહી છે.

 

રક્ષાબંધન નિમિતે દિલ્હી મેટ્રો સેવાઓ વહેલી સવારથી શરૂ

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)દ્વારા રક્ષાબંધન નિમિતે દિલ્હી મેટ્રો સેવાઓ વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે. જેથી રક્ષાબંધન પ્રસંગે મુસાફરોને સગવડ મળી શકે.

સામાન્ય દિવસોમાં, ફેઝ -3 કોરિડોર પર મેટ્રો સેવા (Metro) રવિવારે સવારે 8 વાગ્યે શરૂ થાય છે.ત્યારે DMRC એ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે,, “મુસાફરોની સુવિધા માટે રક્ષાબંધન નિમિતે મેટ્રો સેવાઓ 22 ઓગસ્ટ 2021 (રવિવારે) સવારે 6.30 કલાકે પિંક લાઇન પર અને સવારે 6 વાગ્યે મેજેન્ટા લાઇન પર શરૂ થશે.”

જમ્મુમાં ભાજપની મહિલા શાખાએ BSFના જવાનોને રાખડી બાંધી

ભાજપની મહિલા શાખાએ શનિવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. ઉપરાંત ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સંજીતા ડોગરાએ 15 સભ્યો સાથે જમ્મુમાં બીએસએફ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને સૈનિકોના કપાળ પર તિલક લગાવીને અને રાખડી બાંધીને તેમનું અભિવાદન કર્યું હતું.

 

આ પણ વાંચો: Kalyan Singh Passes Away: સોમવાર 23 ઓગસ્ટે અલીગઢના નરોરા ઘાટ પર કલ્યાણસિંહના કરાશે અંતિમ સંસ્કાર

આ પણ વાંચો: Good News: નોકરી ગુમાવનારાઓ માટે ખુશીના સમાચાર, 2022 સુધી મળશે PFના પૈસા

Published On - 9:23 am, Sun, 22 August 21

Next Article