લાઉડ સ્પીકર બાદ બીફ વેચતી કંપનીઓના વિરોધમાં ઉતરી મનસે, ગો માંસના વેચાણથી નારાજ

રાજ ઠાકરેની (Raj Thackeray) પાર્ટી મનસેના કાર્યકરો ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ દ્વારા ગૌમાંસના વેચાણના વિરોધમાં ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલને તેની સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

લાઉડ સ્પીકર બાદ બીફ વેચતી કંપનીઓના વિરોધમાં ઉતરી મનસે, ગો માંસના વેચાણથી નારાજ
MNS Workers protest against beef sell
| Edited By: | Updated on: Apr 08, 2022 | 8:59 PM
મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ બાદ હવે રાજ ઠાકરેની (Raj Thackeray) પાર્ટી મનસેના કાર્યકર્તાઓ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ દ્વારા ગો માંસ વેચાણના (Beef Sell) વિરોધમાં ઉતરી આવ્યા છે. મનસે કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના ગૃહમંત્રીને પત્ર લખીને સ્વિગી કંપની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. મનસે કાર્યકર્તાઓનો આરોપ છે કે ‘Swiggy‘ સહિતની ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ ખુલ્લેઆમ બીફ વેચી રહી છે અને આ અંગે જાહેરાતો આપી રહી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલને તેની સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.