મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બીડ જિલ્લાની પરલી કોર્ટે રાજ ઠાકરેની વિરૂદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કર્યુ હતું. પરલી કોર્ટે આખરે તે અરેસ્ટ વોરંટ રદ કરી દીધું છે. 15 વર્ષ જૂના ભડકાઉ ભાષણ આપવા અને મનસે કાર્યકર્તાઓ દ્વારા પથ્થરબાજી અને તોડફોડ કરવાના કેસમાં પરલી કોર્ટે તેમને 500 રૂપિયાનો દંડ ભરવા કહ્યું છે.
આ પહેલા રાજ ઠાકરે હેલિકોપ્ટરથી પરલી પહોંચ્યા. ત્યારબાદ કોર્ટમાં હાજર થયા. તે પછી તેમને પોતાના વિરૂદ્ધ અરેસ્ટ વોરંટને રદ કરવાની અપીલ કરી. તેમને જણાવ્યું કે કોરોનાના કારણે તે કોર્ટમાં હાજર થઈ રહ્યા નહતા. 5થી 7 મિનિટ સુધી ચાલેલી કાર્યવાહી બાદ રાજ ઠાકરેને 500 રૂપિયાનો દંડ આપવાનો આદેશ આપીને કોર્ટે તેમની વિરૂદ્ધ અરેસ્ટ વોરંટ રદ કરી દીધું. હવે આ મામલે આગામી સુનાવણી 23 જાન્યુઆરી થવાની છે.
આ પણ વાંચો: Election 2023: નવા EVM મશીન પર થશે ચૂંટણી, આ સરકારી કંપનીઓને મળ્યા 1335 કરોડના ઓર્ડર
આ કેસ વર્ષ 2008ના ઓક્ટોબર મહિનાનો છે. રાજ ઠાકરેને તેમના ભડકાઉ ભાષણ માટે મુંબઈમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેના રિએક્શનમાં રાજ્યમાં ઘણી જગ્યા પર તોડફોડની ઘટનાઓ થઈ, પરલીના ધર્માપુરી પોઈન્ટ વિસ્તાર પર રાજ્ય પરિવહનની બસ પર પથ્થર ફેંકવામાં આવ્યા. આ કેસમાં મોટા સ્તર પર નુકસાન થયું. કર્ફ્યુનું ઉલ્લંઘન, સાર્વજનિક સંપત્તીઓને નુકસાન અને ભડકાઉ ભાષણ આપવાના કેસમાં રાજ ઠાકરે સહિત MNSના ઘણા કાર્યકર્તાઓ પર કેસ દાખલ થયા. આ મામલે પરલી કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા. સુનાવણીના સમયે ગેરહાજર રહેવાના કારણે તેમની વિરૂદ્ધ કોર્ટે અરેસ્ટ વોરંટ જાહેર કર્યુ હતું.
આ પહેલા 3 જાન્યુઆરી અને ત્યારબાદ 12 જાન્યુઆરીએ રાજ ઠાકરેને બીડની પરલી કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પણ 12 જાન્યુઆરીએ જિજાઉ જયંતીના કારણે કોર્ટે તારીખ વધારી દીધી હતી. ત્યારબાદ રાજ ઠાકરે આજે પરલી કોર્ટમાં હાજર થયા અને તેમની વિરૂદ્ધ અરેસ્ટ વોરંટને રદ કરવાની અપીલ કરી. સતત હાજર ના થવાના કારણે તેમને સ્વાસ્થ્ય સંબંધિત કારણ જણાવ્યું, કોરોના સંબંધિત કારણ આપ્યું. કોર્ટે તેમની આ સ્પષ્ટતાનો સ્વીકાર કર્યો અને તેમની વિરૂદ્ધ અરેસ્ટ વોરંટને રદ કરી દીધો. રાજ ઠાકરે માટે આ મોટી રાહત છે.