Maharashtra: મહારાષ્ટ્રમાં વરસાદે મચાવી તબાહી, અનેક લોકો પૂરમાં ફસાયા, તો ઘણા ગામડાઓ સાથેનો સંપર્ક તૂટ્યો

|

Jul 22, 2023 | 6:04 PM

ભારતીય હવામાન વિભાગે પાલઘર જિલ્લામાં 'ભારેથી અતિ ભારે વરસાદ'ની આગાહી કરી હતી અને 'રેડ એલર્ટ' જાહેર કર્યું હતું. આ ઉપરાંત મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. અકોલા, નાંદેડ અને યવતમાલમાં પૂર જેવી સ્થિતિ છે.

Maharashtra: મહારાષ્ટ્રમાં વરસાદે મચાવી તબાહી, અનેક લોકો પૂરમાં ફસાયા, તો ઘણા ગામડાઓ સાથેનો સંપર્ક તૂટ્યો
Maharashtra Rain

Follow us on

દેશમાં ચોમાસાની (Monsoon 2023) શરૂઆતથી જ ઘણા રાજ્યોમાં ધોધમાર વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વરસાદે તબાહી મચાવી છે. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે (IMD) પાલઘર જિલ્લામાં ‘ભારેથી અતિ ભારે વરસાદ’ની આગાહી કરી હતી અને ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું હતું.

4 જિલ્લા માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર

આ ઉપરાંત મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. અકોલા, નાંદેડ અને યવતમાલમાં પૂર જેવી સ્થિતિ છે. ઘણા ગામોનો શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સાથે જ યવતમાલ પૂરમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવશે.

નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા

અકોલામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને કારણે શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે. અચાનક પડેલા વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. આ સાથે સરકારી મેડિકલ કોલેજના પરિસરમાં પાણી ઘુસી ગયા હતા, જેના કારણે દર્દીઓ અને તેમના સંબંધીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

વરસાદી પાણીથી પાકને નુકસાન થયું

નાંદેડ જિલ્લામાં પણ સ્થિતિ ખરાબ થઈ રહી છે. છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના લીધે દેગલુર, મુખેડ, બિલોલી, ઉમરી તાલુકાઓમાં પૂરના કારણે ગામડાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. અહીં પાણી ઘરોમાં ઘુસી ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીથી પાકને પણ નુકસાન થયું છે. વિષ્ણુપુરી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.

દિવાલ પડવાથી 2 લોકોના મોત થયા

યવતમાલના મહાગાંવમાં પૂરમાં ફસાયેલા 45 લોકોને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવશે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્રની સૂચનાથી એફએસડીઆરએફની ટીમને સ્થળ પર મોકલવામાં આવી છે. હવામાનમાં સુધારો થયા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. અહીં ઘરની દિવાલ પડવાથી 2 લોકોના મોત થયા છે. SDRF દ્વારા 5 અલગ-અલગ જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : Mumbai Breaking news: IMDએ આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના પરિવારના સભ્યો સાથે શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. CM શિંદેની સાથે તેમની પત્ની લતા શિંદે, પિતા સંભાજી શિંદે, પુત્ર શ્રીકાંત, પુત્રવધૂ રૂશાલી અને પૌત્ર રુદ્રાક્ષ પણ હતા. આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓની સાથે મહારાષ્ટ્રમાં વરસાદ, રાયગઢમાં ભૂસ્ખલન અને મુંબઈમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article