Maharashtra Rain : મહારાષ્ટ્રના લગભગ 16 જિલ્લાઓમાં ગુરૂવારે પણ વરસાદ થવાની સંભાવના છે, ઉપરાંત ભારે વરસાદને પગલે મુંબઈ, થાણે અને પાલઘર જેવા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં આ સપ્તાહના અંત સુધી વરસાદ ચાલુ રહેશે.
મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ઉપરાંત મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લામાં આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD મુજબ 11 સપ્ટેમ્બર સુધી મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે બુધવારે પણ ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ, અત્યાર સુધીમાં 31થી વધુ લોકોનાં મોત
બીજી બાજુ, છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદને કારણે બનેલી ઘટનાઓમાં મહારાષ્ટ્રના મરાઠાવાડામાં 31 લોકોના મોત થયા છે. એક વહીવટી અધિકારીના જણાવ્યા અનુસાર, મંગળવારે 1 માંથી 12 લોકોના મોત થયા હતા. વિભાગીય કમિશનર કચેરીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “મરાઠાવાડા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે. IMD અનુસાર, મરાઠવાડાના 145 સર્કલના આઠ જિલ્લાઓમાં મંગળવાર સુધી છેલ્લા 24 કલાકમાં 65 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
Weather Forecast and Warning Video for next 24 hours Dated 08.09.2021 pic.twitter.com/zQ4bOFW8Dj
— India Meteorological Department (@Indiametdept) September 8, 2021
રસ્તાઓ પાણીમાં ગરકાવ
ઓગસ્ટમાં દુષ્કાળગ્રસ્ત મરાઠાવાડાના ઓરંગાબાદ અને બીડ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.ઉપરાંત ગુરૂવારે પણ ભારે વરસાદની આગાહીને પગલે 16 જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, મુશળધાર વરસાદને કારણે નાંદેડમાં રસ્તાઓ સહિત દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ હતી.જ્યારે અમરાવતી જિલ્લામાં ભારે વરસાદ બાદ ઘણા ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા, જેને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: Mumbai : ગણેશ ઉત્સવ પહેલા BMC એક્શનમાં, કોરોનાની ત્રીજી લહેરને ટાળવા ગાઈડલાઈન કરી જાહેર