Mumbai: મધ્ય રેલ્વેનું મહીલાઓની સુરક્ષાને લઈને મોટુ પગલુ, 327 મહિલા કમ્પાર્ટમેન્ટમાં ઈમરજન્સી ટોક બેક સિસ્ટમ ઈન્સ્ટોલ કરી

|

Jun 02, 2022 | 12:26 PM

દરેક લોકલ ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ કોચ સહિત ચાર મહિલા કોચ (ladies coaches) હોય છે. રેલ્વે આગામી બે વર્ષમાં તબક્કાવાર તેના ઉપનગરીય કાફલામાં તમામ મહિલા કોચમાં સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.

Mumbai: મધ્ય રેલ્વેનું મહીલાઓની સુરક્ષાને લઈને મોટુ પગલુ, 327 મહિલા કમ્પાર્ટમેન્ટમાં ઈમરજન્સી ટોક બેક સિસ્ટમ ઈન્સ્ટોલ કરી
Mumbai Local Train News

Follow us on

સેન્ટ્રલ રેલ્વે (Central Railway) અને પશ્ચિમ રેલ્વે (Western Railway)મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local train) 327 મહિલા કોચમાં ઈમરજન્સી ટોકબેક સિસ્ટમ સ્થાપિત કરી છે. ટ્રેનમાં આવતી મહિલાઓની સુરક્ષા વધારવા માટે રેલવેએ આ પહેલ કરી છે. સેન્ટ્રલ રેલ્વે અને વેસ્ટર્ન રેલ્વે બંને પર 51 લોકલ ટ્રેનોમાં ટોકબેક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. સેન્ટ્રલ લાઇન પર 40 લોકલ ટ્રેનોમાં 240 કોચમાં સિસ્ટમ લગાવવામાં આવી છે, જ્યારે વેસ્ટર્ન લાઇન પરની 11 લોકલ ટ્રેનોમાં 87 કોચમાં સિસ્ટમ લગાવવામાં આવી છે.

દરેક લોકલ ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ કોચ સહિત ચાર લેડીઝ કોચ હોય છે. રેલ્વે આગામી બે વર્ષમાં તબક્કાવાર તેના ઉપનગરીય કાફલામાં તમામ મહિલા કોચમાં સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. રેલવેની યોજના એક વર્ષમાં 116 લોકલ ટ્રેનોમાં અને આગામી વર્ષે બાકી લોકલ ટ્રેનોમાં સિસ્ટમ લગાવવાની છે.

કેવી રીતે કામ કરશે આ ટેકનોલોજી

આ સિસ્ટમ મુસાફરોને ઈમરજન્સીના સમયે લોકલ ટ્રેન ગાર્ડ સાથે વાત કરવા સક્ષમ બનાવે છે. આ સાથે, મુસાફરો લોકલ ટ્રેનના ગાર્ડ દ્વારા સીધા જ રેલવે અધિકારીઓને એલર્ટ કરી શકે છે. સિસ્ટમમાં એક બટન છે જે ઇનબિલ્ટ માઇક્રોફોન દ્વારા ગાર્ડ સાથે વાત કરવા માટે દબાવવામાં આવે છે. આ દરમિયાન, ગાર્ડની કેબિનમાં બીજી ટોકબેક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જે ગાર્ડ સુધી અવાજ પહોચાડે છે અને જો મુસાફરોને મુશ્કેલી પડે તો મોટરમેનને પણ ચેતવણી આપે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ ઉપરાંત સેન્ટ્રલ રેલવે દ્વારા લેડીઝ કોચમાં 183 સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે અને 589 કોચમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. પેસેન્જર એસોસિએશને આ પગલાની પ્રશંસા કરતા કહ્યું છે કે મોડી રાત્રે મુસાફરી કરતી મહિલા મુસાફરો વધુ સુરક્ષિત અનુભવશે.

શરૂઆતમાં પાંચ લોકલ ટ્રેનોમાં પ્રાયોગિક ધોરણે આ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી અને બાદમાં 2019-2020ના કેન્દ્રીય બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. મધ્ય અને પશ્ચિમ રેલવે પર કુલ 269 લોકલ ટ્રેનો છે. જેમાં મધ્ય રેલવે પર 156 લોકલ ટ્રેનો અને પશ્ચિમ રેલવે પર 113 લોકલ ટ્રેનોનો સમાવેશ થાય છે.

મોટરમેનની કેબિનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે

સ્થાનિક મોટરમેન અને ગાર્ડ પર નજર રાખતા, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. મોટરમેન લોકોમોટિવ ચલાવતી વખતે ભૂલો કરે છે. જેના કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે. સ્ટેશન પર રોકાવાનું ભૂલી જવું, સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવું, રેડ સિગ્નલ હોય ત્યારે પણ લોકલ લઈ જવી વગેરે ઘટનાઓ બને છે.

તેથી, આવી ઘટનાઓનાં કારણો શોધવા, રેલવે પ્રશાસનને પુરાવા આપવા અને કંટ્રોલ રૂમના ધ્યાન પર લાવવા માટે સાવચેતીના પગલાં તરીકે મોટરમેન અને એન્જિનના ગાર્ડ કેબિનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. રેલ્વે મંત્રાલય દ્વારા કેમેરા લગાવવાના પ્રોજેક્ટને પહેલા જ મંજૂરી આપવામાં આવી છે.

Next Article