Covid-19: મુંબઈની મુશ્કેલીમાં ફરી વધારો કરી શકે છે કોરોના, ‘આર વેલ્યુ’ સપ્ટેમ્બરના અંતમાં વધીને 1 થઈ

|

Oct 10, 2021 | 11:11 PM

રીપ્રોડક્શન નંબર અથવા આર વેલ્યુ સૂચવે છે કે સંક્રમિત વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો તે જણાવે છે કે વાયરસ કેટલી અસરકારક રીતે વધી રહ્યો છે.

Covid-19: મુંબઈની મુશ્કેલીમાં ફરી વધારો કરી શકે છે કોરોના, આર વેલ્યુ સપ્ટેમ્બરના અંતમાં વધીને 1 થઈ
File photo

Follow us on

દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)માં સપ્ટેમ્બરના અંતમાં ‘આર વેલ્યુ’ વધીને એક થઈ ગઈ છે. આર મૂલ્ય સૂચવે છે કે કોવિડ -19 મહામારી કેટલી ઝડપથી ફેલાઈ રહી છે. આ માહિતી એક અભ્યાસમાં બહાર આવી છે.

 

રીપ્રોડક્શન નંબર અથવા આર વેલ્યુ સૂચવે છે કે સંક્રમિત વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો તે જણાવે છે કે વાયરસ કેટલી અસરકારક રીતે વધી રહ્યો છે. જો આર વેલ્યુ એક કરતા ઓછી હોય તો તેનો અર્થ એ છે કે સંક્રમણ ધીરે ધીરે ફેલાઈ રહ્યું છે જ્યારે એક કરતા વધારે હોવાનો અર્થ એ છે કે દરેક  સંક્રમિત વ્યક્તિ સંક્રમણ ફેલાવી રહ્યો છે અને તેને મહામારીનો તબક્કો કહેવામાં આવે છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

ક્યારે કેટલી થઈ આર વેલ્યુ

ચેન્નઈ સ્થિત ગણિત વિજ્ઞાન સંસ્થાના અભ્યાસ મુજબ મુંબઈની R વેલ્યુ 10થી 13 ઓગસ્ટની વચ્ચે 0.70 હતી, જે 13થી 17 ઓગસ્ટ વચ્ચે વધીને 0.95 થઈ ગઈ હતી. 25 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર સુધી તેમાં વધારો જોવા મળ્યો હતો અને 1.09 પર પહોંચ્યો હતો. જોકે 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર વચ્ચે તેમા ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને 0.95 થયો હતો.

 

સંસ્થાના જણાવ્યા અનુસાર 28થી 30 સપ્ટેમ્બર વચ્ચે ફરી એક વખત R મૂલ્યમાં વધારો થયો અને 1.03 પર પહોંચી ગયો. મુંબઈમાં R મૂલ્ય એવા સમયે વધી રહ્યું છે, જ્યારે તહેવારોની સિઝનને કારણે કોવિડ -19ના કેસોની સંખ્યા વધી રહી છે.

 

R વેલ્યુ વધ્યા પછી પણ પરિસ્થિતિ સારી છે

6 ઓક્ટોબરના રોજ મુંબઈમાં કોવિડ -19ના 629 નવા કેસ નોંધાયા હતા, જે 14 જુલાઈના 635 કેસ પછી સૌથી વધુ છે. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 7 ઓક્ટોબર (નવરાત્રિના પ્રથમ દિવસ)થી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે.

 

ચેન્નાઈ સ્થિત સંસ્થાના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના અંતમાં મુંબઈની આર વેલ્યુ વધીને એક થઈ ગઈ છે, પરંતુ હજુ પણ શહેરની સ્થિતિ કોલકત્તા અને બેંગલોર કરતાં સારી છે. કોલકાતામાં આર વેલ્યુ 1 ઓગસ્ટથી એકની નજીક રહી છે અને 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરમાં આર વેલ્યુ 1.06 રહી હતી. બેંગ્લોરની આર વેલ્યુ પણ છેલ્લા મહિનાથી લગભગ સમાન છે અને 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે તે વધીને 1.05 થઈ છે. દિલ્હી, ચેન્નાઈ અને પૂણેમાં આર વેલ્યુ એકથી નીચે છે.

 

 

આ પણ વાંચો :  ‘શિવસેનાનો વિલય કોંગ્રેસમાં કરવાની તૈયારી’, પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરતા સાંસદ સંજય રાઉત ભાજપના નિશાના પર

 

Next Article