Ketan Agarwal Murder Case : કેતન હત્યાકાંડમાં નવો ટ્વિસ્ટ… સિયાના ભાઈનો ચેતન સાથે ઊંડો સંબંધ, બે વર્ષ જૂના વિડીયોથી થયો ખુલાસો ! જુઓ Video

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરી ક્રિકેટ મેચ દરમિયાન સિયાના ભાઈ સાહિલ દ્વારા મળ્યા હતા. જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન, તેઓ 2,004 વખત (238 કલાક) ફોન પર વાત કરી હતી. પોલીસ હવે લગ્ન દરમિયાન રચવામાં આવેલા હત્યાના કાવતરાની તપાસ કરી રહી છે.

Ketan Agarwal Murder Case : કેતન હત્યાકાંડમાં નવો ટ્વિસ્ટ... સિયાના ભાઈનો ચેતન સાથે ઊંડો સંબંધ, બે વર્ષ જૂના વિડીયોથી થયો ખુલાસો ! જુઓ Video
Ketan Agarwal Murder Case
| Updated on: Jun 28, 2026 | 7:47 AM

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસે મૃતકની થનારી પત્ની સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી છે. દરમિયાન, સિયા અંગે મોટો ખુલાસો થયો છે. પુણેના પ્રખ્યાત રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યાના રહસ્યને ઉકેલવા માટે કામ કરતી પોલીસે એક ચોંકાવનારી કડી શોધી કાઢી છે. મુખ્ય આરોપી સિયા ગોયલના મોટા ભાઈ સાહિલ ગોયલ સાથે એક મહત્વપૂર્ણ જોડાણ હવે બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સિયા અને તેના પ્રેમી ચેતન ચૌધરી વચ્ચેની મુલાકાત સોશિયલ મીડિયા કે ડેટિંગ એપ દ્વારા નહીં, પરંતુ સિયાના પોતાના ભાઈ સાહિલ દ્વારા ગોઠવવામાં આવી હતી.

સિયા ગોયલનો ભાઈ અને ચેતન ચૌધરી બંને સ્થાનિક સ્તરે ક્રિકેટ રમે છે

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સિયા ગોયલનો મોટો ભાઈ સાહિલ ગોયલ અને મુખ્ય શંકાસ્પદ ચેતન ચૌધરી બંને સ્થાનિક સ્તરે ક્રિકેટ રમે છે. બંનેએ એક જ ટીમ માટે ઘણી સ્થાનિક ક્રિકેટ મેચ રમી હતી. તપાસ દરમિયાન, પોલીસને 2024નો એક જૂનો વીડિયો પણ મળ્યો છે. જેમાં સાહિલ અને ચેતન એક ક્રિકેટ લીગમાં સાથે રમતા જોવા મળે છે. સિયા ઘણીવાર તેના ભાઈની મેચ જોવા માટે મેદાન પર જતી હતી. જ્યાં તે ચેતનને મળી હતી.

દિવાળી 2025થી સંબંધોમાં થયો વધારો

શરૂઆતમાં બંને વચ્ચે ફક્ત સામાન્ય ઓળખાણ હતી. જોકે પોલીસ ડાયરી અનુસાર, તેઓ દિવાળી 2025ની આસપાસ એક મિત્રની પાર્ટીમાં ફરીથી મળ્યા હતા. ત્યારબાદ તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ.

કોલ ડિટેઇલ્સે ચોંકાવ્યા

જાન્યુઆરી 2026 થી જૂન 2026ની વચ્ચે સિયા અને ચેતનમાં કુલ 2004 ફોન કોલ્સ થયા હતા. આ કોલ્સનો કુલ સમયગાળો 238 કલાકથી વધુ હતો. આનો અર્થ એ કે તેઓ દરરોજ કલાકો સુધી વાતો કરતા હતા.

લગ્નની તૈયારીઓ વચ્ચે રચાયું હત્યાનું કાવતરું?

આ સમય દરમિયાન, સિયાના લગ્ન પુણેના બિલ્ડર કેતન અગ્રવાલ સાથે નક્કી થયા. લગ્ન નવેમ્બર 2026માં થવાના હતા અને બંને પરિવારો તૈયારીઓમાં વ્યસ્ત હતા. સિયાના પરિવારનું કહેવું છે કે સિયાએ ક્યારેય લગ્નનો વિરોધ કર્યો ન હતો. નહીં તો તેઓ તેને રોકી દેત. પોલીસ હવે આ 2004 કોલ્સના ડિલીટ કરેલા ચેટ્સ અને રેકોર્ડની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો, Ketan Agrawal Murder Case : ચેતન તો માત્ર મોહરો હતો… 12મી ફેલ સિયા એક સાથે અનેક યુવકોને કરતી હતી ડેટ, કેતન હત્યા કેસમાં મોટો ખુલાસો !

Follow Us