Pune Metro : PM મોદી આજે પુણેમાં, મેટ્રોનું કરશે લોકાર્પણ, પિંપરી ચિંચવડથી પુણે સુધીની મુસાફરી ઝડપી બનશે

PM Narendra Modi Pune Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે પુણેની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. પીએમ મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાશે, વડાપ્રધાન મોદીના હસ્તે પૂણે મેટ્રોનું લોકાર્પણ થયા બાદ બપોરથી પુણેવાસીઓ માટે મેટ્રો શરૂ થશે.

Pune Metro : PM મોદી આજે પુણેમાં, મેટ્રોનું કરશે લોકાર્પણ, પિંપરી ચિંચવડથી પુણે સુધીની મુસાફરી ઝડપી બનશે
PM Modi will inaugurate the metro today in Pune
| Edited By: | Updated on: Aug 01, 2023 | 9:24 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 1 ઓગસ્ટના રોજ પુણેની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે પુણે મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારપછી પુણેથી પિમ્પર ચિંચવડની યાત્રા ઝડપી બનશે. સાથે જ મેટ્રોમાં મુસાફરી કરવા પર પણ અમુક ડિસ્કાઉન્ટ મળશે. જેના કારણે હંમેશા ટ્રાફિક જામમાં રહેતા પુણેના લોકોને રાહત અને મુસાફરીનો ઉત્તમ અનુભવ મળશે.

આવો છે મોદીનો પુણે પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10.30 કલાકે પુણે એરપોર્ટ પર પહોંચશે. સવારે 11 કલાકે દગડુશેઠ ગણપતિ મંદિરે જઈને દર્શન અને પૂજા અર્ચના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવારે 11.45 કલાકે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 12:45 વાગ્યે વડાપ્રધાન મેટ્રો રેલને લીલી ઝંડી આપશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરશે. શિવાજીનગર મેદાનમાં નરેન્દ્ર મોદીની સભા યોજાશે.

25 થી 30 મિનિટની મુસાફરી

સિવિલ કોર્ટથી પિંપરી ચિંચવડ રોડનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. અગાઉ પિંપરી-ચિંચવડથી ફુગેવાડી સુધી મેટ્રો હતી. હવે આ મેટ્રો સીધી કોર્ટ સુધી પોહચશે. આનાથી પિંપરી ચિંચવડથી પુણે સુધીની મુસાફરી ઝડપી બનશે. આ મુસાફરીમાં લગભગ 25 થી 30 મિનિટનો સમય લાગશે. ખાસ વાત એ છે કે આ યાત્રા સસ્તી કિંમતે કરી શકાશે.

ડિસ્કાઉન્ટ મુસાફરી

પુણે મેટ્રોએ મુસાફરી માટે ડિસ્કાઉન્ટ સ્કીમ પણ જાહેર કરી છે. વિદ્યાર્થીઓને ટિકિટની કિંમત પર 30 % ડિસ્કાઉન્ટ મળશે. ગ્રેજ્યુએશન સુધીનો કોઈપણ વિદ્યાર્થી આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. તેમજ સામાન્ય નાગરિકોને પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ શનિવાર અને રવિવારે મળશે. મેટ્રોનું ભાડું 10 રૂપિયાથી 35 રૂપિયા રાખવામાં આવ્યું છે. મેટ્રો સેવા દર દસ મિનિટે ઉપલબ્ધ રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કર્યા પછી, મેટ્રો સામાન્ય મુસાફરો માટે બપોરે 3 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

મોદીનો પ્રવાસ અને આંદોલન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પુણેમાં છે. આ સમયે તમામ વિપક્ષી પાર્ટીઓ તરફથી વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. પરંતુ ભાજપે ચેતવણી આપી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારા કાર્યક્રમ માટે આવી રહ્યાં છે ત્યારે જો તેમની સામે કોઈ રાજકીય વિરોધ થશે તો ભાજપ પણ પ્રતિ વિરોધ કરશે.

મહારાષ્ટ્ર ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.