Maharashtra: વિશ્વની સૌથી નાની બિલાડીના 45 દિવસના બચ્ચાનું કરવામાં આવ્યું રેસ્ક્યુ, સુરક્ષિત રીતે છોડવામાં આવ્યું

|

Oct 09, 2021 | 5:59 PM

બિલાડીને આશરે 10,000 વર્ષ પહેલા આફ્રિકન જંગલી બિલાડીમાંથી પાલતુ બનાવવામાં આવી હતી. આ શરૂઆત મધ્ય પૂર્વમાં થઈ હતી અને પછીથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ હતી.

Maharashtra: વિશ્વની સૌથી નાની બિલાડીના 45 દિવસના બચ્ચાનું કરવામાં આવ્યું રેસ્ક્યુ, સુરક્ષિત રીતે છોડવામાં આવ્યું
સાંકેતીક તસવીર

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) પૂણે જિલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં વાઈલ્ડ લાઈફ એસઓએસ અને મહારાષ્ટ્ર વન વિભાગની ટીમે 45 દિવસના બિલાડીના બે બચ્ચાને બચાવ્યા છે. રેસ્ક્યુ ટીમ દ્વારા તબીબી તપાસ બાદ બિલાડીના બચ્ચાં – એક નર અને એક માદાને – તેમની માતા સાથે ફરીથી મુલીકાત કરાવી  હતી.

 

ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ ખેડૂતોએ આ બે બિલાડીઓને જોઈ હતી. તેમણે આ બિલાડીઓને ચિત્તાના બચ્ચા તરીકે ઓળખ્યા હતા. ત્યારબાદ બાદ તેમણે તરત જ મહારાષ્ટ્ર વન વિભાગનો (Maharashtra Forest Department) સંપર્ક કર્યો અને આ મામલે જાણકારી આપી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

આ કેસ પૂણે જિલ્લાના અંબેગાંવ તાલુકાના ચિંચોલી ગામનો છે. જ્યાં વાઈલ્ડ લાઈફ એસઓએસ ડોક્ટર, નિખિલ બાંગરેએ ત્યાં જઈને પુષ્ટિ કરી કે બે બિલાડીના બચ્ચાં 45 દિવસ પહેલા જન્મેલા બિલાડીઓના બચ્ચા (rusty spotted cats) હતા. તે જ સમયે, વાઈલ્ડ લાઈફ એસઓએસના સીઈઓ કાર્તિક સત્યનારાયણે જણાવ્યું હતું કે આ બિલાડી વિશ્વની સૌથી નાની જંગલી બિલાડીઓમાંની એક છે.

 

આ પ્રજાતીને તેની ‘નજીક જોખમની’ સ્થિતિને કારણે આઈયુસીએન રેડ લીસ્ટમાં મુકવામાં આવી છે. જેથી અમારા માટે બિલાડીના બચ્ચાંને માતા સાથે સુરક્ષિત રીતે ફરીથી જોડવું અને તેમના કુદરતી નિવાસસ્થાનમાં સલામત પરત સુનિશ્ચિત કરવું અત્યંત મહત્વનું હતું. તેમણે કહ્યું કે આ પ્રજાતિ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972ના અનુસૂચિ હેઠળ સંરક્ષિત છે.

 

લોકોએ પોતાના નફા માટે પાલતુ પ્રાણી બનાવ્યું

નોંધનીય છે કે, માનવ સંસ્કૃતિની શરૂઆતમાં કૂતરાઓને પાળવામાં આવ્યા હતા, એવી જ રીતે મનુષ્યોએ પોતાના ફાયદા માટે બિલાડીઓને પણ પાળી હતી. ખેતીના શરૂઆતના દિવસોમાં લોકોને વિવિધ કારણોસર ઘણું નુક્સાન વેઠવું પડ્યું હતું. જેમાં એક કારણ એ પણ હતું કે ઉંદરો ખેતરોમાં તૈયાર થયેલો પાક ખાય જતા હતા અને ઘરની ઘણી વસ્તુઓ બરબાદ કરી દેતા હતા.

 

આફ્રિકન જંગલી બિલાડી 10 હજાર વર્ષ પહેલા પાળવામાં આવી હતી

બિલાડીને આશરે 10,000 વર્ષ પહેલા આફ્રિકન જંગલી બિલાડીમાંથી પાલતુ બનાવવામાં આવી હતી. આ શરૂઆત મધ્ય પૂર્વમાં થઈ હતી અને પછીથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ હતી અને બિલાડી એક વખત ઘરમાં આવી પછી ઘરની પાલતુ બની ગઈ હતી. વિશ્વની કેટલીક સંસ્કૃતિઓમાં તેને દેવતાની જેમ પૂજવામાં આવે છે અને કેટલાકમાં તેને દુષ્ટતાનું પ્રતીક માનવામાં આવે છે.

 

 

આ પણ વાંચો :  અમિતાભ બચ્ચને, SBI ને ભાડે આપી જલસાની બાજુની મિલકત, જાણો બચ્ચનને દર મહિને કેટલુ મળશે ભાડુ ?

 

Next Article