Hanuman Chalisaના પાઠને લઈ રાજકારણ ગરમાયું, રાણા દંપતીને નજરકેદ કરવામાં આવ્યા

|

Apr 23, 2022 | 1:47 PM

CM Uddhav Thackeray: મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)ના નિવાસસ્થાન 'માતોશ્રી'ની બહાર હનુમાન ચાલીસાના પાઠનો મામલો ગરમાયો છે. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા સામે શિવસૈનિકો (Shiv Sena vs Rana)આક્રમક બન્યા છે.

Hanuman Chalisaના પાઠને લઈ રાજકારણ ગરમાયું, રાણા દંપતીને નજરકેદ કરવામાં આવ્યા
Hanuman Chalisaના પાઠને લઈ રાજકારણ ગરમાયું
Image Credit source: PTI

Follow us on

CM Uddhav Thackeray: મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)ના નિવાસસ્થાન ‘માતોશ્રી’ (Matoshree)ની બહાર હનુમાન ચાલીસા (Hanuman Chalisa)ના પાઠનો મામલો ગરમાયો છે. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા સામે શિવસૈનિકો (Shiv Sena vs Rana) આક્રમક બન્યા છે. રાણા દંપતી માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મક્કમ છે. તેમણે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે તેઓ આજે (23 એપ્રિલ, શનિવાર) સવારે 9 વાગ્યે માતોશ્રીની બહાર જશે અને હનુમાન ચાલીસાનો પાઠ કરશે. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે પણ તેમને રોકી શકશે નહીં.

શિવસેનાના નેતા વરુણ સરદેસાઈએ કહ્યું હતું કે, રાણા દંપતી માતોશ્રી આવી દેખાડે, શિવસૈનિક તેમને સારો મહાપ્રસાદ આપશે. આજે સવારે રાણા દંપતી ખાર, મુંબઈમાં તેમના ઘરેથી નીકળવા જઈ રહ્યા હતા, ત્યારે મધ્યરાત્રિથી તેમના ઘરની બહાર એકઠા થયેલા શિવસૈનિકોએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા અને તેમના મકાનમાં પ્રવેશ્યા. તેઓએ જોર જોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને તેમને ઘરની બહાર નીકળવાની ચેતવણી આપવાનું શરૂ કર્યું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

રાણા દંપતીને નજરકેદ કરવામાં આવ્યા ઘરમાં 10થી 12 પોલીસ કર્મચારીઓ હાજર

સમાચાર આવી રહ્યા છે કે રાણા દંપતીને નજરકેદ કરવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર તેમને નજરકેદ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. હાલ મુંબઈના ખારમાં રાણાના ઘરે 10થી 12 પોલીસકર્મીઓ અને કર્મચારીઓ હાજર છે. સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

રાણા દંપતી માતોશ્રી જઈને હનુમાન ચાલીસાના પાઠ કરવા મક્કમ છે

આ સમગ્ર મુદ્દે સાંસદ નવનીત રાણાએ કહ્યું કે તે પોતાની બિલ્ડિંગની બહાર પણ જશે અને માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ પણ કરશે. જો કોઈ હુમલો થશે, કાયદો અને વ્યવસ્થા બગડશે તો તેના માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જવાબદાર રહેશે. આજે જે રીતે શિવસૈનિકો પોલીસના બેરિકેડ તોડીને અમારા બિલ્ડિંગમાં ઘૂસ્યા તે પરથી સ્પષ્ટ થાય છે કે તેમને મુખ્યમંત્રીનું સમર્થન છે. ગઈકાલે મુખ્યમંત્રીએ આવીને શિવસૈનિકો સાથે બેઠક યોજી હુમલાની તૈયારી કરી હતી. ગઈકાલે શિવસૈનિકો બેરિકેડ તોડી શક્યા ન હતા, આજે તોડીને અંદર કેવી રીતે આવ્યા? ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે તેઓ બાળાસાહેબ ઠાકરેના સૈનિક નથી. જો બાળાસાહેબ ઠાકરેના સૈનિકો હોત તો આપણે હનુમાન ચાલીસા વાંચતા રોકાયા ન હોત.

વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી

આ મુદ્દે વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યો છે કે જો કોઈ સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવશે. તેમનું રાજ્યમાં રહેવું મુશ્કેલ કરવામાં આવશે. કેટલાક શિવસૈનિકો મોકલીને તેમને ડરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે સફળ થવાનું નથી. જ્યારે આપણે બંગાળમાં નથી ડરતા તો મહારાષ્ટ્રમાં શું ડરશું?

 

 

આ પણ વાંચો :

Navneet Rana vs Shiv sena : સાંસદ નવનીત રાણાના ઘરની બહાર શીવસૈનિકો એકઠા થયા, હનુમાન ચાલીસાના પાઠને લઈને ચાલી રહ્યો છે વિવાદ

Next Article