Maharashtra: પીએમ મોદીએ દેવેન્દ્ર ફડણવીસના ખભ્ભે નાખી જવાબદારી, ફડણવીસ બોલ્યા- જીતીને આવશે

|

Sep 08, 2021 | 10:46 PM

આવતા વર્ષે યોજાનારી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ દેશભરના અનુભવી અને સક્ષમ નેતાઓની પસંદગી કરી છે. ગોવાની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવી છે. ધર્મેન્દ્ર પ્રધાન ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી તરીકે ચૂંટાયા છે.

Maharashtra: પીએમ મોદીએ દેવેન્દ્ર ફડણવીસના ખભ્ભે નાખી જવાબદારી, ફડણવીસ બોલ્યા- જીતીને આવશે
પીએમ મોદી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra)માં પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)  અને શિવસેનાના (Shivsena) ગઠબંધન વાળી સરકાર ચલાવવાનો અનુભવ ધરાવનારા અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભુમિકા ભજવીને મહત્વનું કર્તવ્ય નિભાવવા વાળા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ફરી એક વખત પોતાનો વિશ્વાસ મુક્યો છે.

 

 

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Assembly Elections 2022) માટે ભાજપે તડામાર તૈયારી ચાલુ કરી દીધી છે. પાંચ રાજ્યો માટે ચૂંટણી પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ દેવેન્દ્ર ફડણવીસને મોટી જવાબદારી આપવામાં આવી છે.

 

ગોવા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ ચૂંટણીઓની જીત અને હારની અસર તમામ પક્ષો પર પડશે. ખાસ કરીને કેન્દ્રમાં સત્તા પર બેઠેલા ભાજપ માટે આ ચૂંટણીઓનું ઘણું મહત્વ છે. તેથી જ ભાજપે હવેથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 

ફડણવીસને મળી ગોવાની કમાન, યુપી ચૂંટણીના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન

આ રાજ્યોમાં ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ સમગ્ર દેશમાંથી અનુભવી અને સક્ષમ નેતાઓની પસંદગી કરી છે. ગોવાની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવી છે. જ્યારે ધર્મેન્દ્ર પ્રધાન ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી તરીકે ચૂંટાયા છે. ગોવાના પ્રભારી બન્યા બાદ પ્રતિક્રિયા આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ ગોવા જીતીને બતાવશે.

 

કેટલાક મહિનાથી હતી આ ચર્ચા, ફડણવીસને કેન્દ્ર તરફથી સારુ મળશે પદ 

છેલ્લા કેટલાક મહિનાઓથી એવી ચર્ચા ચાલી રહી હતી કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રહેલા દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રમાં કેટલીક મોટી જવાબદારી મળવાની છે. મોદી કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું હતું, ત્યારે પણ તેમને કેન્દ્રમાં મંત્રી પદ આપવામાં આવે તેવી માહિતી મળી હતી. હવે ભાજપે તેમની જવાબદારી નિશ્ચિત કરી છે અને તેમને ગોવાના પ્રભારી તરીકે પસંદ કર્યા છે.

 

દેવેન્દ્ર ફડણવીસે અગાઉ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચારની રણનીતિ તૈયાર કરી હતી. તેમને તે ચૂંટણીમાં સારી સફળતા મળી. ફડણવીસની આ જ ક્ષમતાનો ઉપયોગ ગોવામાં થવાનો છે. ગોવા મહારાષ્ટ્રનું પડોશી રાજ્ય છે. પર્યટનના દૃષ્ટિકોણથી વધુ મહત્વ ધરાવતા આ રાજ્યમાં ભાજપ સત્તામાં છે. મનોહર પર્રિકરના નિધન બાદ અહીં યોજાનારી ચૂંટણીને લઈને લોકોની નજર ભાજપ પર જામી છે. આવી સ્થિતિમાં ફડણવીસના હાથમાં ગોવાની કમાન મેળવવી ખૂબ મહત્વ ધરાવે છે.

 

આ પણ વાંચો : Mansukh Hiren Case: સચિન વાજેએ પ્રદિપ શર્મા દ્વારા કરાવી મનસુખ હિરેનની હત્યા, NIAની ચાર્જશીટમાં છુપાયેલા છે આ કેસ સાથે જોડાયેલા ઘણા તથ્યો

 

આ પણ વાંચો :  Antilia Bomb Scare Case : પરમબીર સિંહે રીપોર્ટમાં ચેડા કરવા માટે લાંચ આપી હોવાનો મોટો ખુલાસો,આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દનું નામ નાખ્યું

Next Article