ફ્લાઇટમાં મુસાફરની તબિયત લથડતાં આ કેન્દ્રીય મંત્રીએ આપી પ્રાથમિક સારવાર, PM મોદીએ કરી પ્રશંસા

ઈન્ડિગો ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડો.ભગવત કરાડેએ એક પેસેન્જરને પ્રાથમિક સારવાર આપી હતી, જે બાદ પ્રધાનમંત્રી મોદી દ્વાર પણ તેની પ્રશંસા કરવામાં આવી છે.

ફ્લાઇટમાં મુસાફરની તબિયત લથડતાં આ કેન્દ્રીય મંત્રીએ આપી પ્રાથમિક સારવાર, PM મોદીએ કરી પ્રશંસા
File Photo
| Edited By: | Updated on: Nov 17, 2021 | 3:31 PM

Maharashtra : કેન્દ્રીય મંત્રી કરાડેએ ફ્લાઇટમાં એક પેસેન્જરની (Passenger) પ્રાથમિક સારવાર કરી હતી. ઉલ્લેખનીય છે કે,તેમની દિલ્હીથી મુંબઈ ફ્લાઈટ દરમિયાન એક પેસેન્જરને ચક્કર આવવા લાગ્યા. આવી સ્થિતિમાં મંત્રીએ તેમની મદદ કરીને તેમનો જીવ બચાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કરાડ પણ ડોક્ટર હોવાથી તેણે પેસેન્જરને પ્રાથમિક સારવાર આપી હતી. આ ઘટના બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડના વખાણ કર્યા હતા.

કેન્દ્રીય પ્રધાન કરાડેની ચો તરફ વાહ-વાહ !

કેન્દ્રીય મંત્રી કરાડના (Dr Bhagwat Kishanrao Karad)કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરે બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે ચક્કર આવ્યા હતા. બાદમાં તેમની તબિયત વધુ લથડતા મંત્રી કરાડે પેસેન્જરની પ્રાથમિક સારવાર આપી હતી. આ વિશેની માહિતી મળતાં, પીએમ મોદીએ ફ્લાઇટમાં બીમાર પડેલા સહ-યાત્રીની મદદ કરવા માટે કેન્દ્રીય મંત્રી ભગવત કરાડની પ્રશંસા કરી. પીએમ મોદીએ (PM Modi) ટ્વિટ કરીને લખ્યુ, ‘હંમેશા, હદયથી એક ડોક્ટર, મારા સાથી દ્વારા કરવામાં આવેલુ અદ્ભુત કામ.’

કેન્દ્રીય મંત્રી ભગવત કરાડે જણાવ્યુ હતુ કે, ‘મુસાફરનું બ્લડ પ્રેશર (Blood Pressure) ઓછું હતું અને તે સતત પરસેવો વળી રહ્યો હતો. આવી સ્થિતિમાં મેં તેના પગ સીધા કર્યા અને બાદમાં તેની છાતીમાં ઘસવાનું શરૂ કર્યું. તેને ગ્લુકોઝ પણ આપ્યું. લગભગ 30 મિનિટ પછી તે સ્વસ્થ થઈ ગયો.

કેન્દ્રીય મંત્રી કરાડે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો

સાથે જ કરાડેએ પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો. તેણે ટ્વીટ (Tweet) કરીને લખ્યું કે, ‘આભાર, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. હું ખરેખર નમ્ર છું અને મારી ફરજોમાં આપણા દેશ અને નાગરિકો પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને સમર્પણને પરિપૂર્ણ કરવા માટે આતુર છું. તમારા માર્ગદર્શનને અનુસરીને ‘સેવા અને સમર્પણ’ દ્વારા લોકોની સેવા. જય હિંદ.’

 

આ પણ વાંચો: લખીમપુર ખેરી કેસની તપાસનો ધમધમાટ, SIT તપાસ પર નજર રાખવા સુપ્રીમ કોર્ટ આ ભૂતપૂર્વ ન્યાયાધીશની કરી નિમણૂક

આ પણ વાંચો: UNWTO: પોચમપલ્લી ભારતનું એકમાત્ર શ્રેષ્ઠ પ્રવાસન ગામ જેને મળી આંતરરાષ્ટ્રીય માન્યતા, જાણો શું છે ખાસ ?

Published On - 3:26 pm, Wed, 17 November 21