આજે (10 ફેબ્રુારી) વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ પ્રવાસ પર છે. આ પ્રવાસમાં વડાપ્રધાન મોદીએ મુંબઈથી સોલાપુર અને મુંબઈથી શિરડી માટે બે વંદે ભારત એક્સપ્રસ ટ્રેનને લીલીઝંડી બતાવી તેનો શુભારંભ કર્યો. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને મહારાષ્ટ્રના તીર્થ સ્થળની મુસાફરી ઝડપી, આરામદાયક અને સુલભ બનાવશે. મહારાષ્ટ્રને મળેલી આ ભેટથી શ્રદ્ધાળુઓ, બિઝનેસમેન અને સામાન્ય મુસાફરોને મુસાફરીમાં એક નવો જ અનુભવ થશે.
આ સિવાય વડાપ્રધાન મોદીએ બે એલિવેટેડ કોરિડોરનું પણ ઉદ્ઘાટન કર્યુ. તેમાંથી એક એમટીએનએલ જંક્શનથી બીકેસી અને એલબીએસ માર્ગની સાથે જ કુર્લાથી વકોલા માર્ગમાં મુસાફરી કરનારા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત અપાવશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી બાદ અમિત શાહ મહારાષ્ટ્ર પ્રવાસે, 3 દિવસ સુધી પેટાચૂંટણીમાં ભાજપની રણનીતિ પર કરશે ચર્ચા
દેશની સૌથી લેટેસ્ટ ટેક્નોલોજીથી બનેલી નવમી અને દસમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની આ ભેટથી એક જ દિવસમાં જઈને પરત આવવાની સુવિધા મળશે. અત્યાર સુધી જેટલી વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે, તે રાજ્યથી બીજા રાજ્યો સુધી જાય છે પણ આ બંને વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્રના જ બે ભાગને જોડશે. વડાપ્રધાન મોદીએ એક સાથે બે વંદે ભારત ટ્રેનને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 17 અને 18થી ઉદ્ઘાટન કર્યુ.
For the 1st time 2 Vande Bharat trains launched. They’ll connect financial centres like Mumbai & Pune to centres of our devotion. It’ll benefit college-going & office-going people, farmers & devotees: PM Modi flags-off Mumbai-Solapur & Mumbai-Sainagar Shirdi Vande Bharat Express pic.twitter.com/bHaZFdXeKC
— ANI (@ANI) February 10, 2023
વડાપ્રધાન મોદીએ આ અવસરે પોતાના ભાષણની શરૂઆત મરાઠીમાં કરી. તેમને કહ્યું કે આ બંને વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્રમાં પર્યટન અને વિકાસમાં વધારો કરશે. આ ટ્રેન નાસિકના ત્ર્યંબકેશ્વર, શિરડી, પંઢરપુર, અક્કલકોટ, તુલજાપુર જેવા તીર્થસ્થાનોમાં જવા માટે સુલભ રહેશે. તેમને કહ્યું કે એક સમય હતો કે જ્યારે લોકો કેન્દ્રને ચિઠ્ઠી લખતા હતા કે અમારે ત્યાં ટ્રેનને રોકાવવાની પરવાનગી આપવામાં આવે અને તેમાં ઘણો સમય લાગતો હતો પણ આજે ઝડપથી કામ થાય છે.
વડાપ્રધાને કહ્યું કે દેશના 17 રાજ્ય અને 108 જિલ્લા વંદે ભારતથી જોડાયેલા છે. આ વખતે બજેટમાં 10 લાખ કરોડ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાખવામાં આવ્યા છે. આ ઐતિહાસિક છે. તેમાં પણ સૌથી વધારે ભાગ રેલવેનો છે. મહારાષ્ટ્રને મુંબઈ રેલ વિકાસ માટે 13,500 કરોડ ફાળવવામાં આવ્યા છે. તેનાથી ગરીબોને રોજગાર મળે છે અને મીડિલ કલાસ લોકોને નવા બિઝનેસના રસ્તા બતાવે છે.
Published On - 4:25 pm, Fri, 10 February 23