Petrol Diesel Price: પહેલા કિંમત વધી અને હવે ઈંધણની સપ્લાય ઓછી, મહારાષ્ટ્રના ખાનગી પેટ્રોલ પંપ થયા બંધ 

|

Mar 29, 2022 | 5:44 PM

અમરાવતી જિલ્લામાં 30 થી 35 જેટલા ખાનગી પેટ્રોલ પંપ બંધ છે. સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો આ સંખ્યા 600થી વધુ છે. આ પેટ્રોલ પંપના માલિકો પાસે ઇંધણનો પુરવઠો સારો રહે, તેથી ઇંધણ સપ્લાયર કંપનીઓને એડવાન્સ રકમ આપવામાં આવી છે. આમ છતાં ઇંધણ પુરવઠાના અભાવે તમામ ટેન્કરો અટકાવી દેવામાં આવ્યા છે.

Petrol Diesel Price: પહેલા કિંમત વધી અને હવે ઈંધણની સપ્લાય ઓછી, મહારાષ્ટ્રના ખાનગી પેટ્રોલ પંપ થયા બંધ 
Petrol diesel price

Follow us on

એક તરફ ઈંધણની (Fuel) સરકારી કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol Diesel Price) વધારો કરી રહી છે તો બીજી તરફ ખાનગી પેટ્રોલ પંપોમાં પેટ્રોલ મળી રહ્યું નથી. પેટ્રોલ પુરવઠાના સંકટના કારણે અમરાવતી સહિત મહારાષ્ટ્રમાં ઘણા ખાનગી પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે.  રાજ્યના ખાનગી પેટ્રોલ પંપ છેલ્લા ઘણા દિવસોથી બંધ છે. અમરાવતીમાં છેલ્લા 15 દિવસથી ખાનગી પેટ્રોલ પંપ બંધ છે.  અમરાવતી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આ સમસ્યા થઈ રહી છે.

Published On - 5:40 pm, Tue, 29 March 22

Next Article