બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરુદ્ધ પિટીશન દાખલ, અરજદારે NCB નું મનોબળ તોડવાનો આરોપ લગાવ્યો

|

Oct 27, 2021 | 1:49 PM

પિટીશનમાં અરજદારે દાવો કર્યો છે કે, સમીર વાનખેડેની દેખરેખ હેઠળ એનસીબી તાજેતરના સમયમાં સૌથી અસરકારક સાબિત થઈ છે. જો કે હાઈકોર્ટે હજુ સુધી આ અરજી પર સુનાવણીની તારીખ જાહેર કરી નથી.

બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરુદ્ધ પિટીશન દાખલ, અરજદારે NCB નું મનોબળ તોડવાનો આરોપ લગાવ્યો
Bombay High Court (File Photo)

Follow us on

Bombay High Court : કૌસર અલી નામના અરજદારે બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે, જેમાં મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકને અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ટિપ્પણી ન કરવા જણાવ્યું છે.

અરજદારે નવાબ મલિક પર આરોપ લગાવ્યા

મંગળવારે પીઆઈએલ દાખલ કરનાર કૌસર અલીએ (Kausar Ali)પોતાને એક મૌલવી અને ડ્રગ્સ વ્યસનીઓના પુનર્વસન માટે કામ કરનાર વ્યક્તિ ગણાવ્યા છે. અલીએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે, તેઓ મલિકને NCB અથવા આર્યન ખાન કેસ સાથે જોડાયેલી અન્ય કોઈપણ તપાસ એજન્સી અને આવી એજન્સીઓના અધિકારીઓ વિરુદ્ધ કોઈ ટિપ્પણી ન કરવા નિર્દેશ આપે. અરજદારનું કહેવું છે કે, આવા ખોટા આરોપોથી તપાસ એજન્સીઓનું(Narcotics Control Bureau)  મનોબળ હટી જશે અને ડ્રગ્સના ઉપયોગને પ્રોત્સાહન મળશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મંત્રી મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે

નવાબ મલિકના (Nawab Malik) તાજેતરના કેટલાક ટ્વીટનો ઉલ્લેખ કરીને, પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, એનસીપીના મંત્રીઓ (NCP Leader) સતત ટ્વિટ કરી રહ્યા છે અને એનસીબી અને તેના અધિકારીઓ સમીર વાનખેડેનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે,વાનખેડેની દેખરેખ હેઠળની એનસીબી તાજેતરના સમયમાં સૌથી અસરકારક એજન્સી સાબિત થઈ છે.

સુનાવણીની તારીખ હજુ જાહેર કરવામાં નથી આવી

બોમ્બે હાઈકોર્ટે હજુ સુધી અરજી પર સુનાવણીની તારીખ નક્કી કરી નથી. NCBએ 3 ઓક્ટોબરે આર્યન ખાન અને તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ, ફેશન મોડલ મુનમુન ધામેચા અને કેટલાક અન્ય લોકોની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. NCBએ મુંબઈના દરિયાકાંઠે એક ક્રુઝ પર દરોડા પાડીને ડ્રગ્સ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

વાનખેડેએ નવાબ મલિકના તમામ આરોપોને નકાર્યા

NCP નેતા નવાબ મલિકે આ ક્રૂઝ ડ્રગ્સ કેસને (Cruise Drugs Case) નકલી ગણાવ્યો છે અને વાનખેડે પર ગેરકાયદેસર ફોન ટેપિંગ સહિત અનેક આરોપો લગાવ્યા છે. જો કે વાનખેડેએ મલિકના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે. બીજી તરફ નવાબ મલિકે ટ્વિટર પર સમીર વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને જણાવ્યુ છે કે, જો આ પુરાવા નકલી સાબિત થશે,તો હું પદ પરથી રાજીનામુ આપી દઈશ.

 

આ પણ વાંચો: વિવાદોમાં સમીર વાનખેડે ! NCP નેતા નવાબ મલિકે સમીર વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો: આર્યનના કારણે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નહિ, આ રિપોર્ટમાં થયો ખુલાસો

Published On - 1:49 pm, Wed, 27 October 21

Next Article