કોરોના (Corona) વાયરસના નવા વેરિઅન્ટ ‘કોરોના ઓમિક્રોન વેરિએન્ટ’ના ફેલાવાને લઈને વિશ્વમાં અફરાતફરીનો માહોલ છે. કોરાના વાયરસના નવા વેરિઅન્ટને લઈને ભારત પણ સતર્ક છે. આ સંદર્ભમાં વધારાની તકેદારી રાખીને મહારાષ્ટ્રમાં દેશ બહારથી આવતા મુસાફરો માટે અલગ-અલગ રીતે તપાસ વધારી છે.
ખાસ કરીને મહારાષ્ટ્ર સરકારે (Maharashtra goverment) વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવતા પ્રવાસીઓની તપાસનો વ્યાપ વધાર્યો છે. મહારાષ્ટ્ર સરકાર જોખમી દેશોમાંથી આવતા પ્રવાસીઓની 2-3 અલગ-અલગ રીતે તપાસ કરી રહી છે. સરકારે મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ ઉપરાંત મુસાફરોને સાત દિવસ ક્વોરેન્ટાઈનમાં પણ રહેવું પડશે. સાત દિવસ બાદ ફરીથી RT-PCR ટેસ્ટ ફરજિયાત થશે.
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ના ખતરા અંગે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, ‘ જોખમ વાળા દેશોમાંથી આવતા લોકોને 2-3 અલગ-અલગ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. મુસાફરોના આવવા પર પર આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત છે, ત્યારબાદ તેઓએ ફરજિયાતપણે 7 દિવસની ક્વોરેન્ટાઇનમાંથી પસાર થવું પડશે. આ પછી, તેઓએ ફરીથી RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.
મુંબઈના મેયરે એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું
બીજી તરફ, મુંબઈના મેયર કિશોરી પેડનેકરે મુંબઈ એરપોર્ટ પર કોરોનાવાયરસના ઓમીક્રોન સ્વરૂપ સામે લેવાયેલા પગલાંની માહિતી લીધી હતી. આ દરમિયાન, મીડિયા સાથે વાત કરતા, તેમણે કહ્યું કે અધિકારીઓએ મને કહ્યું છે કે તેઓ બહારથી આવતા દરેક મુસાફરોની તપાસ કરે છે અને તેમને ક્વોરેન્ટાઇન માટે મોકલે છે. તેમ મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું
મુંબઈમાં અત્યાર સુધી ઓમિક્રોનનો કોઈ કેસ નથી.”
મહારાષ્ટ્રમાં 536 નવા કેસ
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 536 નવા કેસ સામે આવતાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 66,34,980 થઈ ગઈ છે જ્યારે વધુ 21 દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક 1,40,962 પર પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી.
અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 853 દર્દીઓ સંક્રમણમાંથી સ્વસ્થ થયા હોવાની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ સંક્ર્મણ મુક્ત લોકોની સંખ્યા વધીને 64,82,493 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7,458 થઈ ગઈ છે. સંક્ર્મણથી સાજા થવાનો દર વધીને 97.70 ટકા થઈ ગયો છે જ્યારે મૃત્યુ દર 2.12 ટકા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં કોરોના સંક્ર્મણ માટે અત્યાર સુધીમાં 6,54,20,117 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 62,759 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના આઠ પ્રદેશોમાંથી, મુંબઈ ક્ષેત્રમાં સૌથી વધુ 264 નવા કેસ નોંધાયા છે અને 19 દર્દીઓના મોત થયા છે. આ સમય દરમિયાન રાજધાની મુંબઈમાં કોરોનાના 110 નવા કેસ નોંધાયા હતા અને ચાર દર્દીઓના મોત થયા હતા.
આ પણ વાંચો : પાકિસ્તાનની અવળચંડાઈ આવી સામે, અફઘાનિસ્તાનને ઘઉં અને દવા મોકલવા પર કહી દીધું કંઈક આવું
આ પણ વાંચો : વાપી નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ, 43 બેઠકો પર ત્રિપાંખીયા જંગમાં કોણ મારી જશે બાજી?