Maharashtra: ‘સચિન વાજે પર નિવેદન બદલવા દબાણ’, પરમબીર સિંહે અનિલ દેશમુખ પર લગાવ્યો ગંભીર આરોપ

સચિન વાજેની માર્ચ 2021માં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેઓ આસિસ્ટન્ટ કમિશનર હતા. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે વિસ્ફોટક ભરેલી SUV જપ્ત કર્યા બાદ અને વેપારી મનસુખ હિરેનના મૃત્યુ બાદ વાજેની ધરપકડ કરવામાં આવી હતી.

Maharashtra: સચિન વાજે પર નિવેદન બદલવા દબાણ, પરમબીર સિંહે અનિલ દેશમુખ પર લગાવ્યો ગંભીર આરોપ
Parambir singh and Anil Deshmukh (File Photo)
| Edited By: | Updated on: Feb 03, 2022 | 3:36 PM

Maharashtra : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન IPS અધિકારી પરમબીર સિંહે (Parambir Singh) દાવો કર્યો છે કે એનસીપી નેતા અનિલ દેશમુખે સચિન વાઝેને (Sachin Vaze) તેમનુ નિવેદન બદલવા માટે દબાણ કર્યુ હતુ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ પોતાનું નિવેદન નોંધતા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરે આરોપ મૂક્યો હતો કે વાઝે પર જેલમાં તેમનું નિવેદન બદલવા માટે દબાણ કરવામાં આવ્યુ હતુ.

તમને જણાવી દઈએ કે, સચિન વાજેને વર્ષ 2021માં પોલીસ સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સચિન વાજેએ તપાસ પંચ સમક્ષ દેશમુખને કોઈપણ ચુકવણીનો ઇનકાર કર્યો હતો. સચિન વાજેએ દેશમુખ માટે કોઈપણ બારમાંથી પૈસા વસૂલવા અંગે પણ મનાઈ કરી હતી.

દેશમુખ હાલ ન્યાયિક કસ્ટડીમાં

ઉલ્લેખનીય છે કે, નિવૃત્ત જસ્ટિસ કેયુ ચાંદીવાલ કમિશન પરમબીર સિંહ દ્વારા દેશમુખ પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહ્યુ છે. દેશમુખ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. સીબીઆઈ અને ઈડી પણ આ કેસમાં અલગ-અલગ તપાસ કરી રહી છે. ત્યારે EDને આપેલા પોતાના નિવેદનમાં પરમબીર સિંહે કહ્યુ કે,મને સૂત્રો પાસેથી જાણવા મળ્યુ કે અનિલ દેશમુખ 30 નવેમ્બર, 2021ના રોજ ચાંદીવાલ કમિશનની ઓફિસમાં સચિન વાજેને મળ્યા હતા. આ દરમિયાન તેણે સચિન વાજેને પોતાનું નિવેદન પાછુ ખેંચવા કહ્યુ હતુ.

વાજેએ ગૃહમંત્રી પર આક્ષેપો કર્યા હતા

તમને જણાવી દઈએ કે, માર્ચ 2021માં સચિન વાજેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેઓ આસિસ્ટન્ટ કમિશનર હતા. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક વિસ્ફોટક ભરેલી SUV જપ્ત કર્યા બાદ અને ઉદ્યોગપતિ મનસુખ હિરેનના મૃત્યુ બાદ વાજેની ધરપકડ કરવામાં આવી હતી. વાજેએ અગાઉ EDને આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી બન્યા બાદ દેશમુખે તેમને બાર અને હોટલમાંથી પૈસા પડાવવાનુ કહ્યુ હતું.

 

આ પણ વાંચો : પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખનો દાવો, પરમબીર સિંહ છે મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયા કેસનો માસ્ટરમાઈન્ડ