Fisherman : માછીમારની જાળમાં એવું તે શું ફસાયું કે રાતોરાત બની ગયો કરોડપતિ !

|

Sep 02, 2021 | 8:53 AM

વ્યક્તિનું જીવન ગમે તેટલું નિષ્ફળતામાં પસાર થઈ રહ્યું હોય પરંતુ નસીબ આગળનું પાંદડું ક્યારે હટી જાય છે, તે વિષે કશું કહી શકાતું નથી. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતા એક માછીમાર સાથે બની છે.

Fisherman : માછીમારની જાળમાં એવું તે શું ફસાયું કે રાતોરાત બની ગયો કરોડપતિ !
File Photo

Follow us on

માછીમારોનું (Fisherman) ગુજરાન માછલી પર આધારિત છે. ચોમાસામાં (Monsoon) ફરી માછીમારીની (Fishing) સીઝન શરૂ થઇ ગઈ છે. માછીમારોને 2 ટંકની રોટલી માટે માછીમારો માછલી પકડવા માટે સમુદ્ર કિનારે પહોંચી જાય છે. હવે મોટાભાગના માછીમારોનું જીવન નિષ્ફળતામાં પસાર થાય છે. પરંતુ એક માછીમારોનું નસીબ એવી રીતે ચમકે છે કે એક ક્ષણમાં તે કરોડપતિ બની જાય છે.

મુંબઈને અડીને આવેલા પાલઘરના આ માછીમારનું નસીબ એવું બદલાયું કે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. આ માછીમાર માછલી વેચીને રાતોરાત કરોડપતિ બની ગયો છે.

એક રિપોર્ટ અનુસાર, ચોમાસામાં માછીમારી પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ પાલઘર જિલ્લાના મુર્બે ગામના માછીમાર ચંદ્રકાંત તારેની હોડી દરિયામાં ગઈ હતી. 28 ઓગસ્ટના રોજ માછીમારી કરતી વખતે જ્યારે ચંદ્રકાંતની જાળ ભારે થઈ જતા જાળને બહાર કાઢવામાં આવી હતી. હોડીમાં સવાર દરેકને જોઈને આશ્ચર્ય થયું કે જાળીમાં લગભગ 150 ઘોલ માછલીઓ હતી. આટલી મોટી સંખ્યામાં ઘોલ માછલીઓ જોઈને બધા ખુશીથી ઝૂમી ઉઠયા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ પછી જ્યારે કિનારે આવીને માછલીની હરાજી કરવામાં આવી ત્યારે તેને લગભગ 1 કરોડ 33 લાખની બોલી લાગી હતી. ઘોલ માછલીમાં ખૂબ ફાયદાકારક છે. જેનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. આ કારણે, એક માછલીની કિંમત હજારોમાં છે. તેથી આ માછલીને સોનાના હૃદયની માછલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચંદ્રકાંતના પુત્ર સોમનાથના જણાવ્યા મુજબ ઘોલ માછલીના પેટમાં એક પાઉચ છે, જેની ખૂબ માગ છે.

માછલીને કારણે કોઈ વ્યક્તિ કરોડપતિ બન્યો હોય એવું પહેલી વાર નથી. આ પહેલા પણ વિશ્વભરમાં ઘણા લોકોને ખૂબ જ દુર્લભ માછલીઓ મળી છે, જે બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. જ્યારે વ્હેલની ઉલટીના કારણે ઘણા માછીમારો કરોડપતિ બન્યા છે. જોકે તે ખૂબ જ દુર્લભ છે કે  વ્હેલની ઉલ્ટી મળે છે. પરંતુ જ્યારે તે મળી જાય છે, ત્યારે લોકોના સમય બદલવામાં સમય લાગતો નથી.

 

આ પણ વાંચો : અફઘાનિસ્તાનને લઈને વિશ્વના વલણ ઉપર સતત નજર રાખી રહ્યુ છે પીએમ મોદીએ રચેલ એસ જયશંકર, અજીત ડોભાલ સહીતનુ જૂથ

આ પણ વાંચો :Success story : બેંકની નોકરી છોડીને યુવકે ડુક્કર પાલનનો વ્યવસાય પસંદ કર્યો, આ વ્યવસાયથી કરી રહ્યો છે લાખોની કમાણી !

આ પણ વાંચો :ડ્રેગન ફ્રૂટની ખેતીથી થશે લાખોની કમાણી, જાણો ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે કરવી અને કેટલો નફો મળશે ?

Published On - 2:55 pm, Wed, 1 September 21

Next Article