Republic Day 2022: ગણતંત્ર દિવસ નિમિતે RSS મુખ્યાલયથી લઈને દેશભરમાં ફરકાવવામાં આવ્યો તિરંગો

|

Jan 26, 2022 | 11:32 AM

ગણતંત્ર દિવસ નિમિતે દેશના રાજકીય પક્ષોના વડાઓ તેમના કાર્યાલયોમાં ધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે, ત્યારે RSS હેડક્વાર્ટરમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Republic Day 2022: ગણતંત્ર દિવસ નિમિતે RSS મુખ્યાલયથી લઈને દેશભરમાં ફરકાવવામાં આવ્યો તિરંગો
The tricolor was hoisted in RSS headquarters

Follow us on

Republic Day 2022: દેશભરમાં આજે 73મો પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવવામાં આવી રહ્યો છે, આ અવસર પર દેશ માટે પોતાનો જીવ આપનાર વીરપુત્રોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. દેશના રાજકીય પક્ષોના વડાઓ પોતપોતાના કાર્યાલયોમાં ધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને (National flag) સલામી આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં પ્રજાસત્તાક દિવસને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસના અવસર પર નાગપુરમાં આવેલા RSS હેડક્વાર્ટરમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન RSSના ‘મહાનગર સંઘચાલક’ રાજેશ લોયાએ  RSS મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભાજપ અધ્યક્ષે પાર્ટી કાર્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી

તમને જણાવી દઈએ કે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપના વડા જેપી નડ્ડાએ (JP Nadda) આજે ​​દિલ્હીમાં પાર્ટી કાર્યાલય પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. સાથે જ BJP ચીફ નડ્ડાએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે “હું 73માં ગણતંત્ર દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવુ છુ. આ દિવસની ઉજવણી કરતી વખતે મહાન વીર અને બહાદુર પુત્રોને યાદ કરવા જરૂરી છે, જેમણે આ દેશને પ્રજાસત્તાક બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતુ.”

ITBPના જવાનોએ કુમાઉ વિસ્તારમાં 12,000 ફૂટની ઊંચાઈએ કરી ઉજવણી

દેશભરના તમામ નાગરિકો અને સંસ્થાઓ પૂરા ઉત્સાહ સાથે આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે. લદ્દાખમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના હિમવીર જવાનોએ 15000 ફૂટની ઉંચાઈ પર -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ભારતના 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી.

આ સાથે જ બીજી તરફ ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં ITBPના જવાનોએ 12000 ફૂટની ઉંચાઈ પર ગણતંત્ર દિવસની ઉજવણી કરી અને ત્રિરંગો ફરકાવ્યો. આ વીરોએ ભારત ‘માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા પણ લગાવ્યા હતા. આ સાથે તેમણે હાથમાં ધ્વજ લઈને માર્ચ પણ કાઢી હતી.

 

આ પણ વાંચો : Republic Day: ત્રિરંગો ફરકાવવાના હોય છે નિયમ અને કાયદા, જ્યારે તમે ઈચ્છો ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતો નથી

Next Article