મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટની દસ્તકથી તંત્રની વધી ચિંતા, સંપર્કમાં આવેલા તમામ લોકોની કરવામાં આવી તપાસ

|

Dec 05, 2021 | 8:02 AM

ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે સદનસીબે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ (Maharashtra Administration) રાહતનો શ્વાસ લીધો છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટની દસ્તકથી તંત્રની વધી ચિંતા, સંપર્કમાં આવેલા તમામ લોકોની કરવામાં આવી તપાસ
Omicron Variant

Follow us on

Maharashtra : દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાં આવેલા એક વ્યક્તિનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા વેરિયન્ટની (Omicron Variant) પુષ્ટિ થતા માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે.

આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એલર્ટ

આ કારણે મહારાષ્ટ્રનું આરોગ્ય વિભાગ (Health Department) અને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટનો આ પહેલો અને દેશમાં ચોથો કેસ છે. અગાઉ કર્ણાટકમાં બે અને ગુજરાતના જામનગરમાં એક કેસ નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, આ વ્યક્તિ કેપટાઉનથી દુબઈ ગયા બાદ દિલ્હી પહોંચ્યો હતો. બાદમાં 24 નવેમ્બરે તે મુંબઈ આવ્યો હતો. જ્યારે તે ડોમ્બિવલી પહોંચ્યો ત્યારે તેનામાં કોઈ કોરોનાના લક્ષણો નહોતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કોરોનાના માત્ર સામાન્ય લક્ષણો જોવા મળ્યા

જો કે બાદમાં તેના શરીરમાં લક્ષણો દેખાયા જેને કારણે તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ કોરોનાના સામાન્ય લક્ષણો જ તેમાં જોવા મળ્યા હતા. બાદમાં તેણે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ટેસ્ટ કરતા તે સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.
તમને જણાવી દઈએ કે, તાવ સિવાય આ વ્યક્તિને કોરોનાના અન્ય કોઈ લક્ષણો (symptoms of corona)જોવા મળ્યા નહોતા.

તે કોરોના પોઝિટિવ આવ્યા બાદ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનીઆર્ટ ગેલેરીની કોવિડ હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.બાદમાં તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. શનિવારે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે તે રિપોર્ટ ચોંકાવનારો હતો. તે ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત મહારાષ્ટ્રનો પ્રથમ દર્દી હોવાનું જાણવા મળ્યુ હતુ.

સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા

બાદમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા તમાવ વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જો કે સદનસીબે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ (Maharashtra Administration) રાહતનો શ્વાસ લીધો છે. એટલુ જ નહી આ દર્દી જે ડોક્ટર પાસે તેની તપાસ કરાવવા ગયો હતો, તે ડોક્ટર પણ નેગેટિવ મળી આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. જો કે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટની પુષ્ટિ થતા હાલ તંત્ર સતર્ક જોવા મળી રહ્યુ છે.

 

આ પણ વાંચો : ચાલતી મુંબઈ લોકલ ટ્રેનમાં ચડતી વખતે મહિલા પડી, સુરક્ષા દળોએ ખેંચીને ટ્રેક પર પડતા બચાવી, જુઓ વીડિયો

આ પણ વાંચો : MUMBAI : નેવી ડે પર ભારતીય નૌસેનાએ વિશ્વના સૌથી મોટા 225 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન કર્યું

Published On - 7:00 am, Sun, 5 December 21

Next Article