Corona Update : રાહતના સમાચાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

|

Dec 10, 2021 | 12:38 PM

મહારાષ્ટ્રમાં હાલ કોરોના વાયરસના 6482 એક્ટિવ દર્દીઓ છે. સાથે જ રિકવરી રેટ સુધરીને 97.12 ટકા પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઓમિક્રન વેરિઅન્ટનો એક પણ કેસ સામે ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Corona Update  : રાહતના સમાચાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
Omicron Variant

Follow us on

Omicron in Maharashtra: મહારાષ્ટ્રમાં કોરોનાની (Corona case) દહેશત ધીમી થતી જોવા મળી રહી છે. પરંતુ હજુ પણ ખતરો ટળ્યો નથી.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 789 નવા કેસ નોંધાયા છે અને સાત લોકોએ કોરોનાને (Covid 19) કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે,રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન વેરિઅન્ટનો (Omicron Variant) એક પણ કેસ નોંધાયો નથી.

આરોગ્ય વિભાગે માહિતી આપતા જણાવ્યુ કે,રાજ્યમાં ગુરુવારે કોરોના વાયરસના નવા કેસ સાથે સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 66,41,677 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને આંકડો 1,41,211 પર પહોંચી ગયો છે.આ સાથે છેલ્લા 24 કલાકમાં 585 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 64,90,305 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં આટલા દર્દીઓ એક્ટિવ

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

મહારાષ્ટ્રમાં હાલ 6482 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે રિકવરી રેટ (Recovery Rate) પણ સુધરીને 97.12 ટકા પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ દર 2.12 નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6,65,17,323 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં 74,353 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે, જ્યારે 887 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇનમાં છે. જો કે રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોનાના નવા વેરિઅન્ટનો કેસ સામે આવ્યો નથી.

ઓમિક્રોનનો પ્રથમ કેસ થાણેમાં સામે આવ્યો હતો

રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં આવ્યો હતો. થાણે જિલ્લાના(Thane District) કલ્યાણ ડોમ્બિવલીમાં દક્ષિણ આફ્રિકાથી પરત આવેલો યુવાન સંક્રમિત મળી આવ્યો હતો. જો કે આ વ્યક્તિને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો મુંબઈની વાત કરીએ તો, અહીં કોરોના વાયરસના 291 કેસ નોંધાયા છે અને એક દર્દીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.જ્યારે થાણે જિલ્લામાં કોરોના વાયરસના ચેપના 111 નવા કેસ સામે આવતા કુલ કેસોની સંખ્યા વધીને 5,70,288 થઈ ગઈ છે અને વધુ બે લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : MUKESH AMBANIના પૌત્ર AKASH AMBANIના પ્રથમ જન્મદિવસની થશે ભવ્ય ઉજવણી, આ બોલીવુડ સ્ટાર્સ પર્ફોર્મન્સ કરશે

આ પણ વાંચો : ટેકનીકલ ખામી સર્જાતા ટેક-ઓફ બાદ પાછી ફરી સ્પાઈસ જેટની મુંબઈ-કોલકાતા ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત

Published On - 12:37 pm, Fri, 10 December 21

Next Article