Omicron Impact: સોયાબીનના ભાવમાં થયો ઘટાડો, મહારાષ્ટ્રના ખેડુતોને હાલાકી

લાતુર એગ્રીકલ્ચર માર્કેટ કમિટીમાં સોયાબીનને લઈને ભવિષ્યમાં બજારનું વલણ શું રહેશે, તે કહી શકાય નહીં. હાલ માટે, અણધાર્યા પરિણામો દેખાઈ રહ્યા છે. તેથી ખેડૂતોએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ લેવો જોઈએ.

Omicron Impact: સોયાબીનના ભાવમાં થયો ઘટાડો, મહારાષ્ટ્રના ખેડુતોને હાલાકી
symbolic photo of soybeans
| Edited By: | Updated on: Nov 30, 2021 | 6:00 PM

છેલ્લા કેટલાક દિવસોથી સોયાબીનના ભાવ વધી રહ્યા હતા અથવા સ્થિર હતા. પરંતુ બે દિવસથી બજારનું ચિત્ર બદલાયું છે. સોયાબીનના ભાવ બે દિવસમાં 400 રૂપિયાની નીચે (Soybean prices down) આવી ગયા છે. કોમોડિટી માર્કેટ ( commodity market) માં ઘટતા દર અને કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને (Omicron Variant) કારણે નિકાસને અસર થઈ છે. વેપારીઓનો દાવો છે કે તેના કારણે ભાવમાં ભારે ઘટાડો થયો છે. રાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા આ પરિણામની અસર મહારાષ્ટ્રની બજાર સમિતિઓમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

 

દિવાળી પછી એક વખત પણ સોયાબીનના ભાવમાં ઘટાડો થયો નથી કાં તો ભાવ વધી રહ્યા હતા અથવા ભાવ સ્થિર હતા. જેના કારણે ખેડૂતોને સોયાબીનના યોગ્ય ભાવ મળતા હતા. પરંતુ આ સપ્તાહની શરૂઆતે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.હવે જો સોયાબીનની આવક વધુ વધે તો ભાવમાં વધુ ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે.

સોયાબીનના ભાવ ઘટવાના ઘણાં કારણો

સોયાબીનની કિંમત વધી રહી હતી ત્યારે આવક પણ નિયંત્રીત હતી. પરંતુ સોમવારથી પરિસ્થિતિ બદલાઈ ગઈ. સોમવાર અને મંગળવારે એટલે કે સતત બે દિવસ સુધી કિંમતોમાં 400 રૂપિયા સુધીનો ઘટાડો થયો હતો. કારણ ભલે કોમોડિટી માર્કેટમાં રેટ ઘટવાનું હોય અથવા ઓમિક્રોનની અસરથી નિકાસ પ્રભાવિત થવાનું કારણ હોય ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક મહિનામાં સોયાબીનમાં દોઢ હજાર સુધીનો  ભાવ વધારો થયો હતો, જ્યારે બે દિવસમાં ભાવ 400 રૂપિયાથી નીચે આવી ગયા છે.

હવે ખેડૂતો માટે આ સલાહ છે

આ સિઝનમાં સોયાબીનના ભાવનું પરિણામ આવકો પર દેખાતું ન હતું. જ્યારે ભાવ વધી રહ્યા હતા, ત્યારે આવકો ઓછી હતી. ભાવ ઘટ્યા તો આવકો વધી નથી. ખેડૂતોને સોયાબીનના વધતા ભાવમાં વિશ્વાસ હતો. ખેડૂતોને આશા છે કે સોયાબીનના ભાવ 10 હજાર રૂપિયા સુધી રહેશે જ રહેશે. પરંતુ હવે આવું થશે કે નહીં તે કહી શકાય નહીં. પરંતુ બજારમાં સોયાબીનની અધિક પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેથી, વધુ લોભમાં રોકાઈ જવા કરતાં સોયાબીનનું વેચાણ કરી દેવામાં જ વધુ લાભ છે. વેપારી અશોક અગ્રવાલે આ સલાહ આપી છે.

લાતુર એગ્રીકલ્ચરલ માર્કેટ કમિટીમાં સોયાબીન અંગે બજારનું વલણ શું હશે, તે કહી શકાય નહીં. હાલ માટે, અણધાર્યા પરિણામો દેખાઈ રહ્યા છે. તેથી ખેડૂતોએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ લેવો જોઈએ. બજારમાં સોયાબીનનો ભરપૂર જથ્થો છે. તેથી ખેડૂતોએ તેમના માલનું વેચાણ બંધ ન કરવું જોઈએ.

આ પણ વાંચો : પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બનતા આનંદ મહિન્દ્રાએ કહ્યું, ‘આ ભારતીય CEO વાયરસ છે અને તેની કોઈ રસી નથી’, વિશ્વની અનેક કંપનીમાં ભારતીય મૂળના CEO