ઓમીક્રોને વધારી ચિંતા, કર્ણાટક-ગુજરાત પછી હવે મહારાષ્ટ્રમાં પણ દસ્તક, દેશમાં આ વેરીઅન્ટનો ચોથો કેસ

|

Dec 04, 2021 | 10:39 PM

મુંબઈને અડીને આવેલા કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં એક 33 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. 24 નવેમ્બરે આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી દુબઈ થઈને દિલ્હી આવ્યો હતો. દિલ્હીથી ફરી મુંબઈ પહોંચ્યો.

ઓમીક્રોને વધારી ચિંતા, કર્ણાટક-ગુજરાત પછી હવે મહારાષ્ટ્રમાં પણ દસ્તક, દેશમાં આ વેરીઅન્ટનો ચોથો કેસ
file photo

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિ (Omicron Variant Case) મળી આવ્યાની પુષ્ટિ થઈ છે. મુંબઈને અડીને આવેલા કલ્યાણ-ડોમ્બિવલી (Kalyan-Dombivli) વિસ્તારમાં એક 33 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો છે. 24 નવેમ્બરે આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી દુબઈ થઈને દિલ્હી આવ્યો હતો. દિલ્હીથી ફરી મુંબઈ પહોંચ્યો. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ અમારી સહયોગી ચેનલ Tv9 મરાઠી સાથે વાત કરતા આ સમાચારની પુષ્ટિ કરી છે.

 

 

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ફોન પર વાતચીતમાં કહ્યું કે, ‘છેલ્લા ચાર-પાંચ દિવસથી અમે વિદેશથી આવેલા લોકોના જીનોમ સિક્વન્સિંગ કરાવી રહ્યા છીએ. તેનું પરીક્ષણ કસ્તુરબા ગાંધી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણોમાંથી ઓમિક્રોન વેરિઅન્ટનો આ પહેલો કેસ છે જે સામે આવ્યો છે.

 

અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોન સંક્રમણના 4 કેસ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટનો આ પહેલો કેસ છે અને દેશમાં અત્યાર સુધીમાં ચાર ઓમિક્રોન વેરિઅન્ટના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. કર્ણાટકમાં ઓમિક્રોનના વેરીઅન્ટથી સંક્રમિત બે દર્દીઓ મળી આવ્યા હતા. આ પછી શનિવારે (4 ડિસેમ્બર) ગુજરાતના જામનગરમાં એક વૃદ્ધ વ્યક્તિને ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણ લાગ્યું હોવાની પુષ્ટિ થઈ હતી. હવે શનિવાર સાંજ સુધી મુંબઈને અડીને આવેલા કલ્યાણ-ડોમ્બિવલીનો એક વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો છે.

 

 

મહારાષ્ટ્રનો પ્રથમ ઓમિક્રોન સંક્રમિત કેસ મુંબઈ નજીક કલ્યાણ-ડોમ્બિવલીમાં જોવા મળ્યો

24 નવેમ્બરના રોજ દુબઈથી દિલ્હી થઈને મુંબઈ આવ્યા બાદ આ વ્યક્તિ કલ્યાણ-ડોમ્બિવલી સ્થિત તેના ઘરે ગયો હતો. અહીં તેને તાવ આવ્યો. આ સાથે તેણે શરીરના દુખાવાની ફરિયાદ પણ કરી હતી. એટલે કે તેને કોરોનાના હળવા લક્ષણો જણાયા હતા. આવી સ્થિતિમાં સંબંધિત વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આજે જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવ્યો છે. સંબંધિત વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો.

 

સીએમ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે ઓમિક્રોનને લઈને કોરોના ટાસ્ક ફોર્સ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ મળ્યા બાદ રાજ્ય સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે. મીટિંગમાં ઓમિક્રોનના આ નવા જોખમનો સામનો કરવા માટે આગળની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મહારાષ્ટ્રના લોકોને ગભરાવાની જગ્યાએ કોરોના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.

 

 

આ પણ વાંચો :  કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારો માટે કોંગ્રેસે શરુ કર્યુ સોશિયલ મીડિયા અભિયાન, મૃતકોના પરિવારો માટે વળતરની કરી માગણી

 

Next Article